રવિવાર, ઓક્ટોબર 13, 2024

ઈ-પેપર

રવિવાર, ઓક્ટોબર 13, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઆવ્યા શ્રી યમુનાજીના નોતરા…રે..સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન

આવ્યા શ્રી યમુનાજીના નોતરા…રે..સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન

પરાગકુમારજી મહોદયના સાનિઘ્યમાં સર્વોત્તમ નવવિલાસ રમવામાં આવશે : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા આગેવાનોએ આપી માહિતી

(આઝાદ સંદેશ),રાજકોટ: આવ્યા શ્રી યમુનાજીના નોતરા રે…મારે જાવું છે રમવાને રાસ રે…આવા શ્રી કૃષ્ણભાવના ગીતો પર રાસ રમવા થઇ જાઓ તૈયાર…પુર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણે શ્રી રાસરસેશ્ર્વરી રાધાજી સાથે કરેલી સુંદર રાસલીલાનું મહાત્મય શ્રીમદ ભાગવતમાં વર્ણવાયેલું છે. જેનું સ્મરણ કરવાના આશયથી વલ્લભાચાર્ય મહાપ્રભુજી સ્થાપિત પુષ્ટિ માર્ગમાં યમુના મહારાણીજીના નવવિલાસ દરમિયાન તેમજ શરદપુર્ણિમાએ વૈષ્ણવો ઉરમાં ઉમંગ સાથે રાસ રમે છે ત્યારે રંગીલા રાજકોટના આંગણે કૃષ્ણધામ હવેલી ખાતે સર્વોત્તમ સેવા સંસ્થાન આયોજીત સૌપ્રથમ જાજરમાન સર્વોત્તમ નવવિલાસ રાસોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ વૈષ્ણવાચાર્ય ગોસ્વામી પરાગકુમારજી મહોદયના મંગલ સાનિઘ્યમાં પારિવારિક વાતાવરણ યોજવામાં આવશે.
રાજકોટ શહેરમાં આવેલી સર્વોત્તમ હવેલીમાં બિરાજમાન વૈષ્ણવાચાર્ય ગોસ્વામી ગોપેશકુમારી મહારાજની પ્રેરણાથી તેમના આત્મજ યુવા વૈષ્ણવચાર્ય ગોસ્વામી પરાગકુમારજી મહોદયના મંગલ સાનિઘ્યમાં સર્વોત્તમ નવવિલાસ રમવામાં આવશે. આ કાર્યક્રમ તા.3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન રાજકોટ શહેરની અંબિકા ટાઉનશીપ ખાતે કૃષ્ણધામ હવેલીના ફાયર સેફ્ટી અને સીસીટીવી કેમેરા સાથે સંપુર્ણ સલામતીથી સજ્જ વિશાળ ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યો છે. એન.જે.પેઇન્ટસ તથા ધ ગેટવે સ્પોન્સર્ડ જાજરમાન સર્વોત્તમ નવવિલાસમાં ખેલૈયાઓ અને પ્રેક્ષકોને વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવશે. ખેલૈયાઓ લેટેસ્ટ સાઉન્ડ સીસ્ટમના સથવારે કૃષ્ણભક્તિના તાલે રાસની રમઝટ જમાવી શકશે. વધુ વિગત માટે મો.નં.રઘુરાજ સીસોદીયાનો મો.નં.93769 47131 અથવા કપિલભાઇ પરસાણીયાનો મો.નં.99799 94964 પર સંપર્ક કરી શકાશે. તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા કપીલભાઇ પરસાણીયા, રઘુરાજ સીસોદીયા, વ્રજલાલ લાઠીયા, અલ્પેશ ત્રાંબડીયા, કેવલ ગરધરીયા, અશોકભાઇ ત્રાંબડીયા, અશોકભાઇ મકવાણાએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર