સોમવાર, ઓક્ટોબર 5, 2026

ઈ-પેપર

સોમવાર, ઓક્ટોબર 5, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટશાપરમાં ઓરડીમાં એકલા રહેતા યુવાનનું બેભાન મળ્યા બાદ મોત : હાર્ટએટેક આવી...

શાપરમાં ઓરડીમાં એકલા રહેતા યુવાનનું બેભાન મળ્યા બાદ મોત : હાર્ટએટેક આવી ગયો’તો

મૂળ વંથલીના વતની ​દિનેશભાઈ માંકડીયા (ઉ.વ.૩૫) રૂમમાંથી બેભાન હાલતમાં મળી આવ્યા બાદ સારવારમાં દમ તોડ્યો: મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવાયું’તું

રાજકોટ : ​શાપર વેરાવળ વિસ્તારમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ઓરડી રાખીને એકલા રહેતા ૩૫ વર્ષીય યુવાન પોતાની રૂમમાંથી બેભાન હાલતમાં મળી આવ્યા બાદ તેમનું મૃત્યુ થયું છે. મૂળ વંથલી તાલુકાના બંટીયા ગામના વતની આ યુવાનના અચાનક થયેલા અવસાનથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે યુવાનના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ કરવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

​આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, શાપરમાં આવેલા ટીલાળા ગેઈટ અંદર પૂજા ટેકનો પાછળ પોતાની રૂમ રાખીને રહેતા મહેશભાઈ દિનેશભાઈ માંકડીયા (ઉ.વ.૩૫) ગત બપોર પછી પોતાની ઓરડીમાં બેભાન હાલતમાં જોવા મળ્યા હતા. આ અંગે પાડોશીએ તુરંત રાજકોટ રહેતા તેમના બનેવીને જાણ કરી હતી. બનેવી ઘટનાસ્થળે પહોંચી ૧૦૮ મારફત મહેશભાઈને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

​મૃતક મહેશભાઈના અંગત જીવન અંગે જાણવા મળ્યું છે કે તેઓ ઇલેક્ટ્રિક કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. બે બહેનોના એકના એક લાડકવાયા ભાઈ એવા મહેશભાઈના લગ્ન બાદ છૂટાછેડા થઈ ગયા હોવાથી તેઓ પોતાના મૂળ વતન બંટીયાથી આવીને છેલ્લા કેટલાક સમયથી શાપરમાં એકલા જ રહેતા હતા. એકમાત્ર ભાઈના અકાળે અવસાનથી બહેનો અને પરિવારજનો પર ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

​આ ઘટના બાદ હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. યુવાનનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે કે કોઈ અન્ય કારણસર, તે રહસ્ય ઉકેલવા માટે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. જેમાં હાર્ટએટેકથી યુવકનું મોત થયાનું જાહેર થયું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર