બુધવાર, જૂન 3, 2026

ઈ-પેપર

બુધવાર, જૂન 3, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ શહેરમાં પોલીસ દ્વારા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં...

રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી

રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કરવામાં આવેલા કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે.
અટકાયત કરાયેલા લોકોના આધાર કાર્ડ, પાસપોર્ટ, વિઝા સહિતના તમામ દસ્તાવેજોની સઘન ચકાસણી શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તેમની ઓળખ, નાગરિકતા અને દેશમાં રહેવા માટેની કાયદેસરની મંજૂરી અંગે તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ પૂર્ણ થયા બાદ કેટલા લોકો ખરેખર બાંગ્લાદેશી નાગરિક હોવાનું સામે આવે છે અને કેટલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની સંપૂર્ણ વિગતો રાજ્યના ગૃહ વિભાગને સોંપવામાં આવશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર