બુધવાર, જૂન 3, 2026

ઈ-પેપર

બુધવાર, જૂન 3, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસબાંધકામ કાટમાળ જેવો કચરો પણ હવે સીધો નદીમાં પધરાવી દેવામાં આવી રહ્યો...

બાંધકામ કાટમાળ જેવો કચરો પણ હવે સીધો નદીમાં પધરાવી દેવામાં આવી રહ્યો છે

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ નદીના કાંઠે સ્વામીનારાયણ મંદિર નવું બની રહ્યું છે અને વર્ષ ૨૦૨૪ માં બે વર્ષ પૂર્વે દીવાલ બનાવવામાં આવી તેનાથી પાણીને અવરોધ સર્જાય અને પુરની સ્થિતિ સર્જાય તેવી સંભાવનાને ધ્યાને લઈને અધિકારીઓના રીપોર્ટ બાદ તત્કાલીન કલેકટરે દીવાલ હટાવવા આદેશ કર્યો હતો અને મામલો મીડિયામાં ગાજ્યો હોવાથી મંદિર પ્રસાશને દીવાલ તોડવાની કામગીરી શરુ કર્યાનું નાટક કર્યું હતું જોકે તત્કાલીન કલેકટર આદેશ આપીને ભૂલી ગયા હતા અને દીવાલ આજે પણ અડીખમ ઉભી છે ચોમાસું માથે છે અને ચોમાસામાં દીવાલને કારણે પુરની સ્થિતિ સર્જાય તો સર્જાય પરંતુ જોનાર કોઈ નથી
વહીવટી તંત્રના આવા નીમ્ભર વલણને કારણે જ સ્વામીનારાયણ મંદિર પ્રશાસનની હિમત એટલી વધી ગઈ છે કે બાંધકામ કાટમાળ જેવો કચરો પણ હવે સીધો નદીમાં પધરાવી દેવામાં આવી રહ્યો છે બાંધકામ કચરો નદીમાં નાખવાને કારણે ગંદકી ફેલાય છે તેમજ ચોમાસામાં વધુ વરસાદ થાય અને પાણી છોડવામાં આવે તો કેવી ભયંકર સ્થિતિ સર્જાશે તેની કલ્પના કોઈને નથી વહીવટી તંત્ર માત્ર આદેશો આપવામાં માહેર છે પરંતુ આદેશ આપ્યા બાદ તેની અમલવારી કોણ કરાવશે તેવી કોઈ જવાબદારી ફિક્સ નથી અને લાલીયાવાડી ચાલી રહી છે

સંબંધિત સમાચાર

તાજા સમાચાર