બુધવાર, જૂન 3, 2026

ઈ-પેપર

બુધવાર, જૂન 3, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટનવા સાંઢિયા પુલમાં મોટી ક્ષતિ! વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ...

નવા સાંઢિયા પુલમાં મોટી ક્ષતિ! વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું

નિર્માણ પામેલા સાંઢિયા પુલની ડિઝાઇન અને કામગીરીને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. પુલના નિર્માણ દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી પાઇપલાઇન જ ન નાખવામાં આવી હોવાનો ખુલાસો થતાં અધિકારીઓની કામગીરી સામે આંગળી ઉઠી રહી છે.માહિતી મુજબ, પુલનું કામ પૂર્ણતાની નજીક છે અને ટૂંક સમયમાં તેને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવાની તૈયારી ચાલી રહી હતી. પરંતુ મેયરની સ્થળ મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ ક્ષતિ સામે આવી હતી. નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે બ્રિજ પર વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે પાઇપની વ્યવસ્થા કરવામાં આવી નથી.

આ ખામીના કારણે વરસાદ દરમિયાન પુલ પર ભરાતું પાણી સીધું નીચેથી પસાર થતા લોકો અને વાહનચાલકો પર પડી શકે તેવી શક્યતા છે. જેના કારણે સુરક્ષા અને સુવિધા બંને મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પુલના લોકાર્પણમાં પણ વિલંબ થવાની શક્યતા

મેયરે આ મુદ્દે અધિકારીઓ પાસેથી સ્પષ્ટતા માંગતા કેટલાક ખુલાસા કરવામાં આવ્યા હતા, પરંતુ તે સંતોષકારક ન લાગતા તાત્કાલિક સુધારાત્મક કામગીરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

જાહેર પ્રોજેક્ટ્સની ગુણવત્તા પર સવાલ ઊભા થયા

આ સમગ્ર ઘટનાએ બ્રિજના નિર્માણમાં થયેલી બેદરકારી અને દેખરેખના અભાવને ઉજાગર કર્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આવી મૂળભૂત બાબતોની અવગણના જાહેર પ્રોજેક્ટ્સની ગુણવત્તા પર સવાલ ઊભા કરે છે. આ ક્ષતિને કારણે સાંઢિયા પુલના લોકાર્પણમાં પણ વિલંબ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર