બુધવાર, જૂન 3, 2026

ઈ-પેપર

બુધવાર, જૂન 3, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટગેરકાયદે રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રે...

ગેરકાયદે રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રે કડક કાર્યવાહી શરૂ કરી

અમદાવાદમાં મેગા સર્ચ ઓપરેશન, મોટી સંખ્યામાં અટકાયત

આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 131 જેટલા ગેરકાયદે વસતા બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અન્ય 160 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની ઓળખ, રહેઠાણ તેમજ દસ્તાવેજોની ચકાસણી માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

ચંડોળા-ગુલાબનગર સહિત વિસ્તારોમાં સઘન તપાસ

અમદાવાદના ચંડોળા, ગુલાબનગર, ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં પોલીસની ટીમોએ દરોડા પાડી તપાસ કરી હતી. આ વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદે ઘૂસણખોરો વસવાટ કરતા હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા આધાર કાર્ડ, ઓળખપત્રો તેમજ અન્ય દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી રહી છે.

રાજ્યવ્યાપી અભિયાન અને આગળની કાર્યવાહી

રાજ્ય સરકારના નિર્દેશ બાદ શરૂ કરાયેલા આ અભિયાનનો મુખ્ય હેતુ ગેરકાયદે રીતે દેશમાં પ્રવેશ કરીને વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢવાનો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ તપાસ પૂર્ણ થયા બાદ ગેરકાયદે હોવાનું સાબિત થનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સુરક્ષા એજન્સીઓ સતર્ક, આગામી દિવસોમાં વધુ કડકાઈ શક્ય

રાજ્યભરમાં ચાલી રહેલા આ સર્ચ ઓપરેશનને લઈને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે અને આગામી દિવસોમાં અન્ય શહેરોમાં પણ આવી જ કાર્યવાહી વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર