બુધવાર, જૂન 3, 2026

ઈ-પેપર

બુધવાર, જૂન 3, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમોરબીમાં કેનાલ ઓવરફ્લો: અવની ચોકડી પાસે લાખો લીટર પાણી રોડ પર ફરી...

મોરબીમાં કેનાલ ઓવરફ્લો: અવની ચોકડી પાસે લાખો લીટર પાણી રોડ પર ફરી વળ્યું, વાહનચાલકો મુશ્કેલીમાં

મોરબી શહેરના અવની ચોકડી વિસ્તારમાં આજે સિંચાઈ માટે છોડવામાં આવેલા પાણીના કારણે કેનાલ ઓવરફ્લો થતાં લાખો લીટર પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યું હતું. મચ્છુ-2 ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ પાણીનો પ્રવાહ વધુ થતાં કેનાલ છલકાઈ ગઈ અને પાણી રોડ પર આવી ગયું.

રોડ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ વગર જ રસ્તા પર પાણી ફરી વળતાં વાહનોની અવરજવર ધીમી પડી ગઈ હતી અને કેટલાક સ્થળોએ ટ્રાફિકની સ્થિતિ પણ સર્જાઈ હતી. સ્થાનિકોએ કેનાલની જાળવણી અને પાણીના યોગ્ય સંચાલન અંગે સવાલો ઉઠાવ્યા હતા.

મચ્છુ-2 ડેમ મોરબીની જીવાદોરી માનવામાં આવે છે અને સિંચાઈ માટે નિયમિત રીતે પાણી છોડવામાં આવે છે. જોકે, કેનાલ ઓવરફ્લો થવાની ઘટનાને કારણે ખેડૂતોને મળનારા પાણી સાથે શહેરના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર