મંગળવાર, એપ્રિલ 7, 2026

ઈ-પેપર

મંગળવાર, એપ્રિલ 7, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમહીસાગર જિલ્લામાં ભારે પવન સાથે માવઠું, કેટલાક વિસ્તારમાં કરા પડ્યા

મહીસાગર જિલ્લામાં ભારે પવન સાથે માવઠું, કેટલાક વિસ્તારમાં કરા પડ્યા

મહીસાગરના વાતાવરણમાં પલટાની સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદ વરસ્યો. લુણાવાડા, બાલાસિનોર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. કેટલાંક સ્થળે કરા પડતાં ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ભર ઉનાળે કમોસમી વરસાદથી ધરતીપુત્રોની મુશ્કેલી વધી.

સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો

સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે. હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના વિસ્તારમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. મોતીપુરા, ગાંભોઈ અને રાયગઢમાં વરસાદી ઝાપટાંથી ઠંડક પ્રસરી જવા પામી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો અને ઈંટ ઉત્પાદકો ચિંતામાં મુકાઈ ગયા છે.

મહેસાણામાં ભારે પવન સાથે વરસાદથી ઠેર ઠેર નુકસાન

મહેસાણામાં ભારે પવન સાથે વરસાદથી ઠેર ઠેર નુકસાન થયું છે. ઊંઝામાં બીજા માળેથી બિલ્ડીંગની પાળી ધરાશાયી થઈ છે. મિલન સિનેમા રોડ પર કાટમાળ પડતા કારને નુકસાન થયું છે. સદનસીબે દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની નહી. વડનગર સિવિલની પાણીની ટાંકી પવનમાં નીચે ઊડી. પાણીની ટાંકી કાર પર પડતાં કારને મોટુ નુકસાન થવા પામ્યું છે.

પંચમહાલના ગોધરામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો કમોસમી વરસાદ, માર્ગો થયા પાણી-પાણી

પંચમહાલના ગોધરામાં વાવાઝોડા સાથે ધોધમાર વરસ્યો કમોસમી વરસાદ. અચાનક આકાશમાં કાળા વાદળો છવાતાની સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા જનજીવન પર અસર વર્તાઈ. ભરઉનાળામાં કમોસમી વરસાદથી શહેરના માર્ગો થયા પાણી-પાણી. બજારોમાં વરસાદથી બચવા લોકોમાં નાસભાગ અને અફરાતફરી

સંબંધિત સમાચાર

તાજા સમાચાર