મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, આજ મળેલી કેબિનેટની બેઠકમાં અમદાવાદ મહેસાણા રોડ પર વધતા જતા ટ્રાફિકને ધ્યાને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. અડાલજથી મહેસાણા સુધીના રોડને અડચણ મુક્ત કરવા માટે, 8 માર્ગીય બનાવવાની મંજૂરી આપી છે. 8 માર્ગીય રોડ બનશે જેથી ટ્રાફિક દૂર થશે. 8 ફ્લાય ઓવર બ્રિજ બનશે. છત્રાલ બે ચાર માર્ગીય ફલાય ઓવર બનશે. 5 કરતા વધુ અન્ડર પાસ બનશે.
BAPS ના વર્તમાન અધ્યક્ષ મહંત સ્વામીનો 92મો જન્મજયંતી મહોત્સવ, 2 ફેબ્રુઆરીએ વડોદરામાં APMC માર્કેટ નજીક યોજાશે
આગામી 2 ફેબ્રુઆરી, 2026 સોમવારના દિવસે સાંજે 5થી 8વાગ્યા દરિમયાન બી.એ.પી.એસ.ના વર્તમાન અધ્યક્ષ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ વડોદરામાં ‘એ.પી.એમ.સી. માર્કેટ નજીક, નેશનલ હાઈવે-48’ખાતે ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવશે. 350 એકરના મહોત્સવ સ્થળે 14000 જેટલાં સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી તરીકે તેઓ બી.એ.પી.એસ. સંસ્થાના વૈશ્વિક સેવાકાર્યોનું સુકાન સંભાળી રહ્યા છે. તેઓની નિશ્રામાં વિશ્વભરના 1800 થી વધુ મંદિરોમાં સનાતન વૈદિક ધર્મના સંસ્કારોનું જતન થઈ રહ્યું છે. વિશ્વના પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિર એવા રૉબિન્સવિલ, ન્યૂજર્સીમાં સ્વામિનારાયણ અક્ષરધામથી લઈને મિડલ ઈસ્ટમાં સૌપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર એવા અબુ ધાબી સ્થિત ‘બી.એ.પી.એસ. હિન્દુ મંદિર’ જેવા અનેક મંદિરોના નિર્માણ દ્વારા તેમણે સનાતન પરંપરાનો અભૂતપૂર્વ જયઘોષ કર્યો છે.


