રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન કાર્યવાહી અંતર્ગત તંત્ર દ્વારા સ્વેચ્છાએ મકાન ખાલી કરવાની સૂચનાને લઈ ગૂંચવણ સર્જાઈ છે. એક જ શેરીના રહીશોને અલગ-અલગ તારીખની નોટિસો મળતા અસરગ્રસ્ત પરિવારો મંજવણમાં મુકાયા હતા. આજરોજ ‘હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ’ના પ્રતિનિધિ અને ટીમે જંગલેશ્વર વિસ્તારની મુલાકાત લીધી હતી, જ્યાં અસરગ્રસ્તોએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. અસરગ્રસ્તોએ સરકારશ્રીને ન્યૂઝ ચેનલના માધ્યમ દ્વારા યોગ્ય ન્યાય અને સ્પષ્ટ માર્ગદર્શન આપવા અપીલ કરી છે.
રાજકોટ : સોની બજારમાં હરિલાલ જવેલર્સમાં આગ
રાજકોટના સોની બજારમાં આવેલી હરિલાલ જવેલર્સની દુકાનમાં અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા અને તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
રાજકોટ : શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે કારમાં આગ
શીતલ પાર્ક બસ સ્ટોપ નજીક એક કારમાં અચાનક આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આગ લાગતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ સમયસર કાર્યવાહી થવાથી મોટી નુકસાન ટળ્યું હતું. આગ લાગવાનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


