ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ પીટી ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું શુક્રવારે સવારે (30 જાન્યુઆરી, 2026) અવસાન થયું. તેઓ 67 વર્ષના હતા. અહેવાલો અનુસાર, શ્રીનિવાસન આજે સવારે તેમના નિવાસસ્થાને પડી ગયા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં.
રશિયા: મોસ્કોમાં રેકોર્ડબ્રેક હિમવર્ષાથી હાલાકી
રશિયા: મોસ્કોમાં રેકોર્ડબ્રેક હિમવર્ષાથી હાલાકી થઇ રહી છે. પાછલા 203 વર્ષમાં જાન્યુઆરીમાં સૌથી ભારે હિમવર્ષા પડી. સરેરાશ બરફવર્ષાથી ત્રણગણો વધુ બરફ ખાબક્યો. છેલ્લા ત્રણ દિવસથી સતત હિમવર્ષા યથાવત છે. રસ્તાઓ પર બરફના થર જામતા વાહન વ્યવહાર ઠપ થયો. ચાર મીટર ઊંચા બરફના થર જોવા મળ્યા.


