અસરગ્રસ્ત લોકોએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી અહીં વસવાટ કરી રહ્યા છે અને અચાનક મકાન તોડી પાડવાની નોટિસ મળતા પરિવારના ભવિષ્ય અંગે ચિંતા વધી ગઈ છે.
રાજકોટ – આજી રિવરફ્રન્ટ યોજનાના નામે રાજકોટ શહેરના વોર્ડ નં. 16માં રહેતા ગરીબ મકાન માલિકોને મકાન ડિમોલેશન અંગે પાઠવાયેલી નોટિસને લઈને આજે ભારે અસંતોષ જોવા મળ્યો હતો. આ નોટિસના વિરોધમાં મોટી સંખ્યામાં ગરીબ મકાન માલિકો રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાની વ્યથા રજૂ કરી હતી.
અસરગ્રસ્ત લોકોએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી અહીં વસવાટ કરી રહ્યા છે અને અચાનક મકાન તોડી પાડવાની નોટિસ મળતા પરિવારના ભવિષ્ય અંગે ચિંતા વધી ગઈ છે. ઘણા પરિવારો માટે આ મકાન જ એકમાત્ર આશ્રય હોવાથી ડિમોલેશનથી તેઓ રસ્તા પર આવી જશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી.
મકાન માલિકોએ કલેક્ટર સમક્ષ માંગ કરી હતી કે યોગ્ય પુનર્વસન, વૈકલ્પિક વ્યવસ્થા અને માનવતાપૂર્વક નિર્ણય લેવામાં આવે. સાથે જ, ડિમોલેશન પ્રક્રિયા પર તાત્કાલિક રોક લગાવી ગરીબોને ન્યાય આપવામાં આવે તેવી અપીલ કરી હતી.


