વિશ્વમાં ફરી એક દુઃખદ વિમાન દુર્ઘટનાની ઘટના સામે આવી છે. કોલંબિયામાં એક નાનું વિમાન ક્રેશ થતાં વિમાનમાં સવાર તમામ 15 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક કોલંબિયન સાંસદનો પણ સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિમાન સ્થાનિક મુસાફરી માટે ઉડાન ભર્યું હતું. ઉડાન દરમિયાન અચાનક સંપર્ક તૂટતા થોડા સમય બાદ વિમાન પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું. ઘટનાની જાણ થતા જ બચાવ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ કોઈપણ વ્યક્તિને બચાવી શકાયો નહોતો.
દુર્ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. સરકાર અને વિમાન વ્યવસ્થાપન તંત્ર દ્વારા દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. આ અકસ્માતે કોલંબિયાના રાજકીય વર્તુળોમાં પણ ભારે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.


