મંગળવાર, ફેબ્રુવારી 4, 2025

ઈ-પેપર

મંગળવાર, ફેબ્રુવારી 4, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં રિક્ષાચાલકે પરિણીતાની પુત્રી સાથે અડપલાં કર્યા બાદ સમાધાન કરી લેવાના બહાને...

રાજકોટમાં રિક્ષાચાલકે પરિણીતાની પુત્રી સાથે અડપલાં કર્યા બાદ સમાધાન કરી લેવાના બહાને દૂષ્કર્મ આચર્યું

જામનગર રોડ ઉપર રહેતા કરણ દલગીર સામે ફરિયાદ : દુકાનદાર પતિ જેલમાં જતા કરણે તકનો લાભ લઇ નિકટતા વધારી : ધમકી આપી રૂ.30 હજાર રોકડ અને મોબાઈલ પડાવી લીધા

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં જામનગર રોડ પર રહેતા રિક્ષાચાલકે દુકાનદાર સાથે સંબંધ રાખ્યા બાદ તેની પત્નીને પ્રેમજાળમાં ફસાવી તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી તેની ત્રણ વર્ષની બાળકી સાથે અડપલાં કરી સમાધાન માટે હોટેલમાં બોલાવી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી રોકડ અને મોબાઇલ પડાવી લઇ મારકૂટ કરી હોવાની મહિલાએ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ, શહેરમાં એક વિસ્તારમાં રહેતી 26 વર્ષીય મહિલાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે જામનગર રોડ પર 25 વારિયામાં રહેતો રિક્ષાચાલક કરણ આદમભાઇ દલગીરનું નામ આપ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પતિ દુકાન ચલાવતા હોય ત્યાં અવાર-નવાર માલ સામાન લેવા જતા કરણ સાથે પરિચય હોય તે પણ દુકાને જતી હોય જેથી તેની સાથે પરિચય થયો હતો. બાદમાં તેના પતિ સામે પોલીસમાં ગુનો દાખલ થતા પતિ જેલમાં હોય તે દુકાન ચલાવતા હતા.
દરમિયાન અવાર-નવાર દુકાને આવતા કરણ સાથે પ્રેમસંબંધ બંધાતા બન્ને અવાર-નવાર ફોનમાં વાતચીત કરતા હતા. અને તે ઘેર પણ આવતો હોય એક દિવસ તેને ઘેર આવી તેને અને તેના સંતાનોને મારી નાખવાની ધમકી આપી તેની ત્રણ વર્ષની બાળકી સાથે અડપલાં કર્યા હતા બાદમાં બન્ને વચ્ચે ઝઘડો થયો હોય જેના સમાધાન માટે હોટેલે બોલાવી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેની પાસેથી રૂ.30 હજારની રોકડ અને મોબાઇલ પડાવી લઇ મારકૂટ કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું.
આ પ્રકરણમાં પોલીસે મહિલાની ફરિયાદ ઉપરથી આરોપી રિક્ષાચાલક કરણ સામે ધમકી તેમજ દૂષ્કર્મ આચરવા અંગેનો ગુનો દાખલ કરી તેને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર