રવિવાર, ડિસેમ્બર 22, 2024

ઈ-પેપર

રવિવાર, ડિસેમ્બર 22, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટગુનાખોરી કેમ ઘટાડવી? ડીજીપીની હાજરીમાં રાજકોટમાં મંથન

ગુનાખોરી કેમ ઘટાડવી? ડીજીપીની હાજરીમાં રાજકોટમાં મંથન

રાજ્ય પોલીસવડા સવારે 11 કલાકે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા : સાંજ સુધી રાજ્યભરના ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે મંથન : રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવ ઉપરાંત શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એસપી હિમકરસિંહ તેમજ અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, પંચમહાલ-ગોધરા રેન્જના આઈજી, સૌરાષ્ટ્રભરના જિલ્લા પોલીસવડા અને અન્ય મહાનગરોના પોલીસ કમિશનર ઉપસ્થિત

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ગાંધીનગર યોજાતી ક્રાઈમ કોન્ફરન્સ હવે મહાનગરોમાં પણ યોજાવાની જાહેરાત કર્યા બાદ રાજકોટમાં પ્રથમ વખત આજે ડિજીપીની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. જેમાં નવ રેન્જ આઈજી, ચાર સીપી, સીઆઇડી, એટીએસ, લો એન્ડ ઓર્ડરના વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર હોવાથી શહેર પોલીસમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં સમયાંતરે ડિજી કક્ષાના અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજી ક્રાઈમ રેટ ઘટાડવા સહિતની બાબતો પર ચર્ચા કરી અધિકારીઓ દ્વારા પોતાના વિચારો રજુ કરવામાં આવતાં હોય છે. અગાઉ ગાંધીનગર પૂર્વે સુરતમાં પણ આ પ્રકારે ડીજી કક્ષાના અધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ રાજકોટમાં પ્રથમ વખત આ આયોજન થયું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત આખા ગુજરાતમાં ગુનાખોરી ચિંતાજનક હદે વધી રહી હોય પોલીસ માટે દિવસેને દિવસે પડકાર ઉભા થઈ રહ્યા છે. ગૃહમંત્રી દ્વારા ટપોરીઓ, લુખ્ખાઓ, ગાઠિયાદાદાઓના ’વરઘોડા’ કાઢવાનો આદેશ અપાયા બાદ આ દિશામાં કાર્યવાહી કરાઈ રહી છે પરંતુ તેની જોઈએ તેવી અસર થઈ રહી નથી. બીજી બાજુ નાતાલ, થર્ટીફર્સ્ટ સહિતના તહેવાર આવી રહ્યા હોય રાજ્યમાં ગુનાખોરીને કંટ્રોલમાં કેવી રીતે લાવવી તેનું પ્લાનિંગ કરવા માટે આજે રાજકોટમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં ક્રાઈમ કોન્ફરન્સ શરૂ થઇ છે જેમાં રાજ્યના ટોચના પોલીસ અધિકારીઓ ભાગ લઈ રણનીતિ ઘડવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર