રવિવાર, ડિસેમ્બર 22, 2024

ઈ-પેપર

રવિવાર, ડિસેમ્બર 22, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમંગેતરે ગર્ભ રાખી દેતાં યુવતી કુંવારી માતા બની, ઝનાનામાં દિકરીને જન્મ આપ્યો...

મંગેતરે ગર્ભ રાખી દેતાં યુવતી કુંવારી માતા બની, ઝનાનામાં દિકરીને જન્મ આપ્યો પણ નવજાત જિંદગી ન જોઈ શકી

શાપર પંથકમાં રહેતી 20 વર્ષની યુવતી ઝનાના હોસ્પિટલમાં દાખલ થયા બાદ બાળકીને જન્મ આપ્યો’તો : ત્રણ દિવસની બાળકીએ સારવારમાં દમ તોડી દેતાં હોસ્પિટલ સ્ટાફને જાણ કરવામાં આવી’તી : પૂછપરછમાં અગાઉ બાપે પણ હવસનો શિકાર બનાવી હોવાનું ખૂલ્યું

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટની ભાગોળે ઔદ્યોગિક વિસ્તાર શાપર પંથકમાં વર્ષોથી પરિવાર સાથે રહેતી પરપ્રાંતની વીસ વર્ષની યુવતી કુંવારી માતા બની હોવાની ઘટના સામે આવી છે. જો કે તેણે જન્મ આપેલ નવજાત જિંદગી જોઈ શકી ન હતી. સારવારમાં બાળકીનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં અન્ય એક ચોંકાવનારી વિગત એ પણ ખુલી છે કે યુવતી સતત બે વખત હવસખોરીનો ભોગ બની છે. પહેલી વખત તેના પર તેના સગા બાપે બળાત્કાર ગુજાર્યો હતો. આ હવસખોર બાપે બાદમાં જેલમાં એસિડ પી આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ યુવતીની તેના વતનના યુવાન સાથે સગાઇ કરવામાં આવી હતી. પણ તે તેણી સાથે દેહસંબંધ બાંધી ગર્ભ રાખી વતન ભાગી ગયો હતો.
મળતી માહિતી મુજબ, શાપર પંથકમાં રહેતી વીસ વર્ષની યુવતીને સોમવારે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં સગર્ભાવસ્થામાં દાખલ કરવામાં આવી હતી. તેણી કુંવારી હોઇ છતાં પેટમાં ગર્ભ હોઇ પોલીસને જાણ કરાઇ હતી. યુવતીના માતાએ કહ્યું હતું કે તેણીની સગાઇ થઇ હતી અને મંગેતરે તેણીને ભોળવીને શરીર સંબંધ બાંધી લીધો હતો. આ કારણે તેણીને ગર્ભ રહી ગયો હતો. બીજી તરફ મંગેતર પોતાની માતાને લઇને વતન ભાગી ગયો હતો. દિકરીને ગર્ભ રહી ગયાના છ મહિના બાદ પોતાને ખબર પડી હતી. પણ પછી ગર્ભપાત થઇ શકે તેમ ન હોઇ પોલીસને ઘટનાની જાણ કરી હતી.
દરમિયાન આ યુવતીને પેટમાં દુ:ખાવો થતાં રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ તેણીએ દિકરીને જન્મ આપ્યો હતો. આ દિકરીનું આજે મૃત્યુ થયું હતું. ભોગ બનનાર યુવતિના માતાએ કહ્યું હતું કે અગાઉ તેણી પર સગા બાપે બળાત્કાર ગુજાર્યો હતો. આ હવસખોર બાપે જેલમાં એસિડ પી લેતાં તેનું સારવારમાં મોત થયું હતું. એ પછી તેણીને મંગેતરે પણ હવસખોરીનો શિકાર બનાવી હતી. આ બનાવ અંગે શાપર પોલીસને જાણ કરવામાં આવી હતી.લ

સંબંધિત સમાચાર

તાજા સમાચાર