ગુરુવાર, નવેમ્બર 21, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છમિત્રને નાણાં અપાવવા વચ્ચે પડેલા ચોટીલા ચામુંડા માતાજીના મંદિરના પૂજારીનું અપહરણ

મિત્રને નાણાં અપાવવા વચ્ચે પડેલા ચોટીલા ચામુંડા માતાજીના મંદિરના પૂજારીનું અપહરણ

ગૌતમગીરી ઉર્ફે ગોપી મહારાજ ગોસાઇએ રૂપિયા દોઢ લાખ જામીન પડી અપાવ્યા’તા : મિત્ર વિરભદ્રસિંહ ચૌહાણે નાણા ભરપાઇ ન કરતાં પાંચેક શખસોએ કારમાં ઉઠાવી જઇ રૂ.10 લાખ પડાવ્યા

(આઝાદ સંદેશ),રાજકોટ: ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે સેવાપુજા કરતા અને તળેટીમાં દુકાન ધરાવતા પુજારીએ એમના મીત્રના જામીન બનીને સાત વર્ષ પહેલા રૂા.દોઢ લાખ અન્ય શખસો પાસેથી વ્યાજે અપાવ્યા બાદ આ મીત્રએ પૈસા ભરપાઇ ન કરતા ચોટીલાના પાંચ શખસોએ દુકાનેથી કારમાં અપહરણ કરી માર મારી ચાલીસ લાખની ઉઘરાણી કરી બાદમાં રૂા.દસ લાખ પડાવી લેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. આ બાબતે પુજારીએ ચોટીલાના શખસો સામે ચોટીલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ આશરે સાત-આઠ વર્ષ પહેલા ચોટીલા મંદિરના પુજારી ગૌતમગીરી ઉર્ફે ગોપીમહારાજ ઘનશ્યામગીરી ગોસાઇના મીત્ર વિરભદ્રસિંહ ચૌહાણનાઓએ કુંઢડા ગામના યુવરાજભાઇ જગુભાઇ ખાચર પાસેથી દોઢ લાખ રૂપિયા 12.5% લેખે વ્યાજે રૂપિયા લીધેલ હતા અને તે વ્યવહારમાં પુજારી વચ્ચે રહેલ હતા. નવેક મહીના પછી નાણા લેનાર તેના મીત્ર વિરભદ્રસિંહ ચૌહાણે નાણા ધીરનાર યુવરાજભાઇ ખાચરને રૂિ5યા આપેલ નહીં. જેથી યુવરાજભાઇ પુજારી ગૌતમગીરી પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવા લાગેલ હતા અને વ્યાજ સહીતના રૂપિયા 18,00,000/-ની અવાર નવાર માંગણી કરી હેરાન પરેશાન કરતા હતા તે વખતે પણ આ યુવરાજભાઇ જગુભાઇને પુજારીને સમજાવેલ હતા. આમ છતાં યુવરાજભાઇ અવાર નવાર હેરાન પરેશાન કરતા હતા. જેથી 2017ના બીજા મહિનામાં ફરિયાદ આપેલ હતી. આથી વધુ ક્રોધે ભરાઇને તેનું મનદુ:ખ રાખી યુવરાજભાઇ પાસેથી કોઇ હાથ ઉછીના કે વ્યાજના રૂપિયા લીધેલ ન હોવા છતાં યુવરાજભાઇ જગુભાઇ ખાચર વિગેરે પુજારી પાસે પઠાણી ઉઘરાણી કરી વ્યાજ સહીતના 40 લાખ રૂપિયાની માંગણી કરતા હતા. જે રકમ આપવાની ના પાડતા યુવરાજભાઇ જગુભાઇ ખાચર તેના ભાઇ સત્યરાજભાઇ જગુભાઇ ખાચર તેમજ થાનગઢના હરેશભાઇ દનકુભાઇ જળુ તથા એક અજાણ્યો માણસ આવી પુજારી સાથે બળજબરી કરી બલેનો ગાડીમાં બેસાડી દીધા હતા તેમજ બળજબરીથી અપહરણ કરી ઉઠાવી ગયા હતા એ પછી યુવરાજભાઇએ પુજારીને છરી બતાવી મોતના ભયમાં મુકી મોબાઇલ ફોન બળજબરીથી કઢાવી લીધો હતો તેમની સાથે અટકાયતમાં રાખી યુવરાજભાઇ અને સત્યરાજભાઇ તથા તેની સાથે આવેલ અજાણ્યા શખસે પુજારીને ઢીકાપાટુનો તેમજ લોખંડના પાઇપથી માર મારી નાખવાની ધમકી આપી હતી. પુજારીના ભાઇ સચિનગીરીને ફોનમાં દબડાવી રૂા.દસ લાખ આપવાની માગણી કરી હતી અને જો પૈસા નહીં આપો તો ગૌતમગીરીના ટુકડે ટુકડા કરવાની ધમકી આપી હતી. પુજારીને છોડી મુકવાના દસ લાાખ રૂપિયા કઢાવી લીધેલ હતા તો યુવરાજભાઇ જગુભાઇ ખાચર તથા તેના ભાઇ સત્યરાજભાઇ જગુભાઇ ખાચર તેમજ થાનગઢના હરેશભાઇ દનકુભાઇ જળુ તથા એક અજાણ્યા શખસે જો તમે પોલીસમાં ફરિયાદ કરશો તો બાપ દીકરા સહીત ત્રણેયને મારી નાખશું એવી ધમકી આપી હતી. જેથી આ યુવરાજભાઇ અને સત્યરાજભાઇ ફરીવાર અમારી સાથે ઝઘડો કરશે તેવી બીક લાગતા પુજારીએ કોઇ પોલીસ ફરિયાદ કરવા આવેલ ન હતા પરંતુ આખરે હવે ફરિયાદ કરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર