ગુરુવાર, નવેમ્બર 21, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજામનગરના વેપારી સાથે વિદેશમાંથી લોન અપાવવાનું કહી રૂ.1.29 કરોડની છેતરપિંડી

જામનગરના વેપારી સાથે વિદેશમાંથી લોન અપાવવાનું કહી રૂ.1.29 કરોડની છેતરપિંડી

કનસુમરા ગામના વતની ઇકબાલભાઇ ખીરા (ઉ.વ.29)એ રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં ચંદીગઢના વતની સવી રાજેન્દ્રકુમાર વર્મા સામે નોંધાવી ફરિયાદ

(આઝાદ સંદેશ),રાજકોટ: જામનગરના કનસુમરા ગામે રહેતા અને જામનગરમાં ઓસવાલ કોલોનીમાં એમ.કે.એન્ટરપ્રાઇઝ નામની દુકાન ધરાવતા વેપારી સાથે વિદેશની બેંકમાંથી લોન આપવાની પ્રોસેસ કરવાના નામે અને લોનની પ્રોસેસ ચાલુ હોવાનું કહી રૂા.1.25 કરોડ લોન પ્રોસેસ પેટે લઇ તેમજ તેના પરિચિત પાસેથી હોટલ અને અન્ય ખરીદીના નામે રૂા.4.15 લાખ મળી આરોપીએ કુલ રૂા.1.29 કરોડની છેતરપિંડી કર્યાની રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
ઇકબાલભાઇ હારૂનભાઇ ખીરા (ઉ.44)એ ફરિયાદમાં જણાવ્યું કે, 2023માં તેને વેપાર માટે નાણાની જરૂરીયાત ઉભી થતા મીત્ર અલ્તાફ ખીરા (રહે.લાખાબાવળ)ને વાત કરી હતી. જેના 15 દિવસ બાદ અલ્તાફે તેને જણાવ્યું હતું કે ‘મારા ઓળખીતા છે, જે ચંદીગઢ રહે છે, તે વિદેશી બેંકમાંથી લોન આપવાનું કામ કરે છે, નામ સવી રાજેન્દ્રકુમાર વર્મા છે. એક મીત્ર દ્વારા તેની ઓળખાણ થઇ હતી અમે અવારનવાર મળીએ છીએ. તેને નાણાની જરૂરીયાત હોવાથી તેણે અલ્તાફને રવિ સાથે મુલાકાત કરવાનું કહ્યું હતું. આથી તા.8-3-23ના ચંદીગઢ ગયા હતા. જ્યાં અલ્તાફે મુકેશ નામના શખસને બોલાવીી તેનો પરિચય કરાવ્યો હતો. મુકેશ અલ્તાફનો મિત્ર હોય બંન્ને તેના ઘરે રાત્રી રોકાણ કર્યું હતું. બીજા દિવસે ત્રણેય આરોપીની ઓફિસે કે જે મોટીયા રોયલ બિઝનેસ પાર્ક, જિરાકપુરમાં આવેલી હતી અને નામ બ્લ્યુ ઓરીજીન હતું ત્યાં ગયા હતા. આશરે 20 મીનીટ બાદ આરોપી આવ્યો હતો. તેનો અલ્તાફ સાથે પરિચય હોય તેનો પણ પરિચય કરાવ્યો હતો. જ્યાં આરોપીએ વિદેશની બેંકમાંથી લોન ેમળવવા બાબતેની વાતચીત કરી હતી. આરોપીએ તેને જણાવ્યું કે યુકેની બેંકમાંથી લોન કરાવી આપીશ તે વખતે તેને 8 કરોડની જરૂરીયાત હોવાથી આરોપીને 8 કરોડની લોન કરાવવાનું કહ્યું હતું. આથી આરોપીએ તમારી લોન મંજૂર થાય એ પહેલા મને લોન પ્રોસેસની કાર્યવાહી કરવા માટે રકમના 10 ટકા એડવાન્સ આપવાના રહેશે અને લોન મંજૂર થયા બાદ 20 ટકા આપવાના રહેશે તેમ વાતચીત થઇ હતી. ત્યારબાદ ત્રણેય ઘરે પરત આવતા રહ્યા હતા. ત્યારબાદ તે અને અલ્તાફ આરોપીની ઓફિસની સામે હોટલમાં રૂમ ભાડે રાખી રોકાયા હતા. તા.11-3-23ના ત્રણેય ફરીથી આરોપીની ઓફિસે ગયા હતા અને લોનની હા પાડી હતી. જે તે સમયે તેણે તેના ભાગીદાર અને મીત્ર કેતનપુરી (રહે.અમદાવાદ)ને ટેલિફોનીક વાતચીત કરી હતી. નાણાની જરૂર પડે ત્યારે આપવાની વાત કરી હતી. આથી આરોપીના કહેવાથી રૂા.10 લાખ તેના મીત્ર પાસેથી આંગડીયા મારફતે આરોપીની ઓફીસે મંગાવી તેને આપ્યા હતા. આ સમયે આરોપીએ તેને ચાર-પાંચ દિવસ રોકાવું પડશે તેમ કહેતા તે અને અલ્તાફ તા.14મી સુધી રોકાયા હતા. તા.13ના આરોપીની ઓફિસે જતા રૂા.25 લાખ માગતા ફરીથી મીત્ર પાસેથી મંગાવી તેને આપ્યા હતા. તા.14ના ફરી આરોપીની ઓફિસે જતા તેને 65 લાખની માંગ કરતા તેના મીત્ર પાસેથી 20 લાખ અને 25 લાખ ભરીને રૂા.45 લાખ ફરીથી આંગડીયા મારફતે મંગાવી આરોપીના ઘરે જઇને આપ્યા હતા. બાકી રૂા.25 લાખ તેના નાનાભાઇ આદમની કંપનીના બેંક ખાતામાંથી ટ્રાન્સફર કર્યા હતા. આમ આરોપીને કુલ રૂા.1.05 કરોડ આપ્યા હતા. આરોપીને કામ સબબ અમદાવાદ આવવાનું હોવાથી તે તેના મીત્રો, આરોપી અને તેના માણસો અમદાવાદ આવ્યા હતા. જ્યાં સારી હોટલમાં ચાર રૂમ બુક કરાવવાનું કહેતા તેના મીત્ર કેતને રૂમ બુક કરાવ્યા હતા. તા.15ના તે હોટલમાં રોકાણ કર્યું હતું. બીજા દિવસે તા.16ના આરોપીએ રૂા.20 લાખનું કહેતા ફરીથી કેતન પાસેથી લઇ આપ્યા હતા. આરોપીએ ખરીદી કરવાનું કહેતા તે મીત્ર સાથે મોલમાં ગયા હતા. જ્યાં ખરીદીનું અઢીથી ત્રણ લાખનું બીલ બનતા તે તેના મીત્રએ આપ્યા હતા. ત્યારબાદ તેને હીતેશભાઇ (રહે.જામનગર) પાસેથી પણ લોન પ્રોસેસ પેટે નાણા લેવાના છે તેની પાસે જવાનું કહેતા આરોપી તેના મળતીયાઓ સાથે ત્યાં જવા નીકળ્યા હતા. તા.17ના તે પણ અલ્તાફ સાથે જામનગર જતા રહ્યા હતા. ચારેક દિવસ સુધી બેંક લોનની કોઇ કામગીરી નહીં થતા તેણે આરોપીને ફોન કર્યો હતો. આથી આરોપીએ તેને ઇંગ્લીશમાં બેંક લોન પ્રોસેસના દસ્તાવેજો પીડીએફ મારફતે મોકલી હાલ લોન પ્રોસેસ ચાલુ છે તેમ કહ્યું હતું. ત્યારબાદ આરોપીએ એક વાર લોન પ્રોસેસ રદ થઇ છે. ફરીથી પ્રોસેસ કરી છે. બીજા પાંચેક દિવસમાં તમારી લોન થઇ જશે તેમ જણાવ્યું હતું. પરંતુ લોન નહીં થતા તેણે ફરીથી આરોપીને ફોન કરતા તેણે તમારી લોન પ્રોસેસ ફાઇલ ચાલુ છે તેમ જણાવ્યું હતું. ત્યારપછી આરોપીએ તેને ફોન કરી તમારી લોન થતી નથી, તમે કોઇ બીજુ એકાઉન્ટ આપો તેમ કહેતા તેણે તેના એમ. કે. એન્ટરપ્રાઇઝના દસ્તાવેજો મોકલ્યા હતા પરંતુ ત્યારબાદ પણ કોઇ લોનની કાર્યવાહી થઇ ન હતી. આથી તેણે તેના મીત્ર અલ્તાફને વાત કરી આરોપી પાસેથી લોન પ્રોસેસ માટે આપેલા નાણા પરત માગતા તેણે બહાના બતાવવાનું ચાલુ કર્યું હતું. આથી બેંક પ્રોસેસની માહિતી મેળવવા અને લોન ન મળે તેમ હોય તો તે તેના મીત્ર કેતનભાઇ સાથે આરોપીની ઓફીસે ગયા હતા. ત્યારે પણ આરોપીએ બહાના બતાવી થોડા દિવસમાં લોન નહીં થાય તો નાણા પરત આપી દઇશું તેમ કહ્યું હતું પરંતુ રકમ પરત નહીં આપતા અંતે ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર