(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટના એરોડ્રામ રોડ ઉપર મારૂતિનગરમાં આવેલ સદગુરુ વાટીકામાં રહેતા અને શેરબજાર ટ્રેડિંગનો ધંધો કરતા સ્ટાર ચેમ્બરમાં ઓફિસ ધરાવતા અનિલ અમૃતલાલ ગાંધીએ ગોંડલના મુંગાવાવડીના રહીશ પૃથ્વીરાજસિંહ જાડેજા પાસેથી રૂ.50 લાખ લીધેલ હોય તે પરત કરવા આપેલ ચેક રિટર્ન થતાં પૃથ્વીરાજસિંહે અનિલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા રાજકોટના એડી ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટએ અનિલ ગાંધી તેમજ પેઢીના પ્રોપ્રાઇટરને કોર્ટમાં હાજર થવા સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યું છે. આ કેસમાં ફરિયાદી તરફે પૃથ્વીરાજસિંહ જાડેજા વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રિપલ ગેવરિયા, પાર્થ સંઘાણી, જય પીઠવા, યુવરાજ વેકરિયા, નિરવ દોંગા, પ્રિન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવિન ખૂંટ, અભય સભાયા અને જસ્મીન દુધાત્રા રોકાયા હતા.