ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટબેડી યાર્ડથી જયપુર મોકલાવેલા 43 લાખના તલ ટ્રકચાલક લઇ બારોબાર ફરાર થઇ...

બેડી યાર્ડથી જયપુર મોકલાવેલા 43 લાખના તલ ટ્રકચાલક લઇ બારોબાર ફરાર થઇ ગયો

મૂળ રાજસ્થાનનો વતની શખસ ખાલી ટ્રક મુકી ભાગી ગયો : કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસમાં ટ્રક રાજસ્થાનથી મળ્યો

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાંથી ટ્રકમાં રૂા.43 લાખની કિંમતના 35 ટન તલ ભરી રાજસ્થાનના જયપુર જવા નીકળેલા ટ્રક ચાલકે તલનો જથ્થો અન્ય સ્થળે ખાલી કરી વિશ્ર્વાસઘાત કર્યાની પેઢીના કર્મચારીએ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ બેડી માર્કેટીંગ યાર્ડ સ્થિત શ્રી જલીયાણ નામની પેઢીમાં નોકરી કરતા જયદીપ ધીરજલાલ કોટેચા (ઉ.31)એ પોલીસને જણાવ્યું કે તેનું કામ પેઢીમાં તલની ગાડીઓ લોેડીંગ કરવાનું છે. પેઢીના માલીક વિવેકભાઇ ગણાત્રા અને હરેશભાઇ ચોટાઇ છે. જે યાર્ડમાં કમીશન એજન્ટ તરીકે તલની ખરીદી કરે છે અને તે તલ ગુજરાત અને બહારના રાજ્યમાં ટ્રાન્સપોર્ટના ટ્રક મારફતે વેચાણ કરે છે. ગત તા.9ના તેને શેઠ વિવેકભાઇએ રાજસ્થાનની જયપુરમાં સ્થિત યશ ઇન્ડસ્ટ્રીઝમાં તલ મોકલવાના છે. રૂડા ટ્રાન્સપોર્ટમાં સ્થિત ત્રિમુર્તિ ટ્રાન્સપોર્ટના માલીક નારણભાઇ ગાડી મોકલવાના છે. જે ગાડી મોકલ્યા બાદ તલ જયપુર મોકલવાના છે તેમ જણાવ્યું હતું. તે દિવસે સાંજે આરોપી રોહિતસીંગ હરજીસીંગ ટ્રક લઇને આવ્યો હતો અને ત્રિમુર્તિ ટ્રાન્સપોર્ટના માલીકે મોકલ્યાનું કહેતા ગાડીનું ખાલી વજન કરી તેમાં રૂા.43,28,393ની કિંમતના 35 ટન તલ ભરીને રવાના કર્યા હતા. તલની ગાડી બે દિવસની અંદર જયપુર પહોંચી જતી હતી. ગત તા.14ના વિવેકભાઇએ તેને જણાવ્યું હતું કે, જયપુરમાં તલ મોકલ્યા છે તે પાર્ટી યશભાઇનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે તમે મોકલેલ તલની ગાડીના ચાલક રોહીતસીંગે તા.12ના ઓફિસમાં ફોન કરી કહ્યું હતું કે, રાજસ્થાનના રાજસમંદ પાસે ગાડીમાં તલના કટ્ટા એક બાજુ નમી ગયા છે તે મજુરને બોલાવી કટ્ટા સરખા ગોઠવીને આવતીકાલે ત્યાં ગાડી લઇને પહોંચી જઇશ તેમ કહ્યું હતું પરંતુ તલની ગાડી હજી સુધી પહોંચી નથી. ટ્રક ચાલકને અવાર નવાર કોલ કરવા છતાં તે બંધ આવે છે. ગાડીની તપાસ માટે જયપુર જઇએ છીએ તેમ કહ્યું હતું. ત્યારબાદ તે ઓફિસે હતા ત્યારે ફરી યશભાઇએ વિવેકભાઇને ફોન કરી જણાવ્યું કે, તલની મોકલી હતી તે ગાડી ધાજાન ગામ ખાતે ખાલી હાલતમાં અને ડ્રાઇવર વગરની મળી છે. તેણે અન્ય સ્થળે ખાલી કરી છે કહેતા અંતે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર