ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરિવર્સમાં આવતી કાર હેઠળ કચડાઇ જતા એપાર્ટમેન્ટમાં રમતા માસૂમ બાળકનું મોત

રિવર્સમાં આવતી કાર હેઠળ કચડાઇ જતા એપાર્ટમેન્ટમાં રમતા માસૂમ બાળકનું મોત

(આઝાદ સંદેશ),રાજકોટ: શહેરમાં મવડી નજીક હેમાન્દ્રી-1 એપાર્ટમેન્ટમાં રિવર્સમાં આવતી કાર હેઠળ કચડાઇ જતા દોઢ વર્ષના માસુમ બાળકનું મોત નીપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી ચોકીદાર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.
મળતી માહિતી મુજબ મવડી પાસેના હેમાન્દ્રી એપાર્ટમેન્ટમાં ચોકીદારની ઓરડીમાં રહેતા પદ્મભાઇ સાઉદનો દોઢ વર્ષનો પુત્ર મોહન પાર્કીંગમાં રમતો હતો. દરમિયાન રીવર્સમાં આવતી કાર હેઠળ કચડાઇ જતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે તાલુા પોલીસ મથકના પીએસઆઇ ઠાકોર તેમજ જમાદાર કિરીટભાઇ નિમાવત સહીતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક બાળક એક બહેનમાં નાનો હતો અને પિતા ચોકીદારી કરતા હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ તપાસમાં સવારે એપાર્ટમેન્ટમાં રહેતા કારચાલક મિલન નામનો યુવાન પરિવાર સાથે ખોડલધામ જવાના હોય કાર બહાર કાઢતી વેળાએ બાળક રમતો હતો ત્યારે કાર રીવર્સમાં લેતા આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે કારચાલક મિલન સામે ગુનો નોંધવાની અને ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી. પોલીસની વિશેષ તપાસમાં કાર ચાલક મિલન એક માસથી જ એપાર્ટમેન્ટમાં ભાડે રહેતા હોવાાનું તેમજ ચોકીદાર છેલ્લા ત્રણ માસથી નોકરી પર રહ્યો હોવાનું બહાર આવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર