ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરિબડાની એસજીવીપી સ્કૂલનો બસચાલક પીધેલી હાલતમાં વહેલી સવારે વિદ્યાર્થીઓને લેવા આવતા ઝડપાયો

રિબડાની એસજીવીપી સ્કૂલનો બસચાલક પીધેલી હાલતમાં વહેલી સવારે વિદ્યાર્થીઓને લેવા આવતા ઝડપાયો

(આઝાદ સંદેશ), રાજકોટ : રિબડાની એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલ અને તેના બસ ચાલકની ગંભીર બેદરકારી સામે આવી હતી. કોઠારીયા વિસ્તારમાં વ્હેલી સવારે વિદ્યાર્થીઓને લેવા માટે આવેલ બસનો ચાલક ચિક્કાર નશામાં નાના ભૂલકાને તમાકુની ઓફર કરી બિભત્સ ચેનચાળા કરતાં દેકારો મચી ગયો હતો. બાળકોએ બચાવો-બચાવોની બુમો પાડતાં નજીકમાં જ રહેલાં તેમના વાલીઓ દોડી આવ્યાં હતાં અને બસને રોકી વિદ્યાર્થીઓને નીચે ઉતારી તેમનો જીવ બચાવ્યો હતો. જ્યારે બસનો ચાલક ઉભો રહેવાની પણ સ્થિતિમાં ન હતો તેટલો નશો કર્યો હતો. જ્યારે પોલીસવાન પણ સ્કૂલ બસનું નામ વાંચી રવાના થઈ ગઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, રિબડા પાસે આવેલ એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલની બસ વ્હેલી સવારના રાજકોટના કોઠારીયા વિસ્તારમાં વિદ્યાર્થીઓને તેડવા માટે આવેલ હતી. નાના બાળકોને બસમાં મૂકી વાલીઓ પોતાના ઘર તરફ જતાં હતાં ત્યારે જ અચાનક બાળકોએ બચાવો-બચાવોની બુમો પાડતાં નજીકમાં જ રહેલાં વાલીઓ ઘર બહાર આવી બસ પાસે દોડી ગયાં હતાં અને જોયું તો બસનો ચાલક ચિક્કાર નશામાં લથડીયા ખાતો હતો. વાલીઓએ તાત્કાલિક બસમાં બેઠેલા બાળકોને નીચે ઉતારી જોખમમાંથી બહાર કાઢ્યા હતાં.
દરમિયાન આસપાસમાંથી લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યાં હતાં. બસનો ચાલક નશાની હાલતમાં પોતાનું નામ પણ બોલી શકતો ન હતો. બનાવ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો. પરંતુ વાલીઓએ મેનેજમેન્ટ સ્થળ પર આવે બાદ જ ચાલકને લઈ જવાની માંગ કરતાં પોલીસ પરત ફરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર