ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ ગ્રામ્યમાં જૂગારના 4 દરોડા: 1 મહિલા સહિત 27 પકડાયા

રાજકોટ ગ્રામ્યમાં જૂગારના 4 દરોડા: 1 મહિલા સહિત 27 પકડાયા

રૂરલ પોલીસે ભાયાવદરના પ્રાંસલા ગામેથી 7, મોટી પાનેલીમાંથી 6, વિરપુરના મેવાસામાં મહિલા સહિત 7 અને ઉપલેટાના ડુમીયાણીમાં 7 જુગારીઓને ઝડપી લીધા

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં જુગારના અલગ-અલગ 4 દરોડામાં 1 મહિલા સહિત 27ને પતા ટીંચતા પોલીસે ઝડપી લીધા હતા.
મળતી માહિતી મુજબ, ભાયાવદર પોલીસે પ્રાસલા ગામે ચોરા પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા ચના પાંચાભાઇ કોડીયાતર, ધંધો-માલઢોરનો રહે.વડેખણ તા.ઉપલેટા, ભરત ઉર્ફે ભરતો લખમણભાઇ મકવાણા ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ રહે.માલણકા ગામ સરમારીયા દાદાના મંદિર પાસે તા.કુતિયાણા, ચના નાજાભાઇ શામળા ધંધો-દુધનો વેપાર રહે. પાટણ ગામ: અંધારીયાનેશ તા.જામજોધપુર, કરમણ વેજાભાઇ શામળા ધંધો-દુધનો વેપાર રહે. પાટણ ગામ અંધારીયાનેશ, મનિષ ઉર્ફે જુગલ સુદાભાઇ શામળા, ધંધો-દુધનો વેપાર રહે.પાટણ ગામ અંધારીયાનેશ, વિરા નાજાભાઇ શામળા ધંધો-દુધનો વેપાર રહે. પાટણ ગામ અંધારીયાનેશ તથા મુળુ ઉકાભાઇ ઓડેદરા ધંધો: દુધનો વેપાર રહે. પાટણ ગામ વાડી વિસ્તાર તા.જામજોધપુરને રોકડા રૂા.10,700 અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
બીજા દરોડામાં ભાયાવદર પોલીસે મોટી પાનેલી ગામની સીમ વાલાસણ રોડ ઉપર આરોપી અશ્વિન મગનભાઇ ઝાલાવડીયાની કબ્જા ભોગવટાની વાડીના રહેંણાક મકાને રેઇડ કરી જુગાર રમતા વાડી માલીક અશ્વિન ધંધો-ખેતી રહે.મોટી પાનેલી યુનીયન બેંક વાળી શેરી, રાજેશ લવજીભાઇ વિરાણી, ધંધો-વેપાર રહે. મોટી પાનેલી મીલની પાછળવાળી શેરી, હિરેન દામજીભાઇ પાંચાણી ધંધો-વેપાર રહે.મોટી પાનેલી રેલ્વે સ્ટેશન રોડ, કમલેશ હીરાભાઇ તન્ના, ધંધો-વેપાર રહે. ઉપલેટા આદર્શ શેરી શીશુ મંદિર સ્કુલની બાજુમાં, અતુલ જેન્તિભાઇ ભાલોડીયા ધંધો-ખેતી રહે.મોટી પાનેલી ગરબીચોક ગોકુલ એપાર્ટમેન્ટ બ્લોક નં.306 તથા અલ્પેશ વલ્લભભાઇ ગજેરા ધંધો-ખેતી રહે.મોટી પાનેલી ગરબીચોકને રોકડા રૂા.1,72,870 તથા ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ત્રીજા દરોડામાં વિરપુર પોલીસે મેવાસા ગામે ઇરીગેશન ના સરકારી ક્વાર્ટર પાછળ જુગાર રમતો હોય જે આધારે પોલીસે સરકારી ક્વાર્ટર પાછળ જુગાર અંગે ની રેડ કરતા જાહેરમાં તીનપત્તી નો જુગાર રમતા ખોડા રામાભાઈ ટારિયા, રાવજી મરછાભાઈ સાનિયા, મુકેશ ભુપતભાઈ બારૈયા, મુના ઉર્ફે ચકો જાગાભાઈ સરવૈયા, હિતેશ બાલકદાસ પરબિયા, તથા મહિલા ગીતાબેન ઉર્ફે નીતાબેન સોમાભાઈ કંડોરિયા ( રહે તમામ મેવાસા) વાલજી બચુભાઈ કંડીરિયા (રહે.રબારિકા) તમામ શખ્સો ને રોકડા રૂપિયા 51,700/- રોકડા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
ચોથા દરોડામાં ઉપલેટા પોલીસે ડુમીયા ગામે રબારીવાસમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા અતુલ હમીરભાઇ ભારાઇ ધંધો ખેતી, ભાવેશ બાવનભાઇ ભારાઇ ધંધો પશુપાલન, સુરેશ નાનજીભાઇ કરમટા ધંધો પશુપાલન, વિશાલ કરશનભાઇ ભારાઇ ધંધો પશુપાલન, બીજલ હીરાભાઇ ભારાઇ ધંધો પશુપાલન, ભીમા ડાયાભાઇ ભારાઇ ધંધો પશુપાલન તથા ભીખા સામતભાઇ ભારાઇ ધંધો ખેતી રહે. તમામ રબારી વાસ, ડુમીયાણી, ગામ તા. ઉપલેટાને રોકડા રૂા. ર6,740 અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર