ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટટવીન ટાવરની લીફ્ટમાંથી અને જેસીબીના વર્કશોપમાંથી ચોરીનો ભેદ ઉકેલાયો

ટવીન ટાવરની લીફ્ટમાંથી અને જેસીબીના વર્કશોપમાંથી ચોરીનો ભેદ ઉકેલાયો

માલવીયાનગર પીઆઇ જે.આર.દેસાઇની ટીમે બે સગીર સહીત 3ને દબોચી રૂા.2.25 લાખનો મુદામાલ રીકવર કર્યો

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ શહેરમાં પોલીસના પેટ્રોલીંગ વચ્ચે પણ તસ્કરો પોતાનું કરતબ બતાવી ચોરીની ઘટનાઓને છાશવારે અંજામ આપતા હોય છે ત્યારે પોલીસ પણ સતર્ક બની ગઠીયાઓને દબોચી લઇ કાયદાનું ભાન કરાવતી હોય છે. જેને લઇ માલવીયાનગર પોલીસે બે ચોરીઓનો ભેદ ઉકેલી બે સગીર સહીત ત્રણ શખસોને રૂા.2.25 લાખના મુદામાલ સાથે દબોચી લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નરની મિલ્કત સંબંધી ગુનાઓ સત્વરે ઉકેલવાની સુચનાને અનુસરીને માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઇના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇ એસ.એ.સિંધીની ટીમ કાર્યરત હોય ત્યારે ઘ ટવીન ટાવર બીલ્ડીંગની લીફ્ટના ડોર ડ્રાઇવની ચોરીને અંજામ આપનાર હાર્દિક સવસાણી (ઉ.33) ગોંડલ ચોકડી પાસે ઉભો હોય તેવી ચોક્કસ બાતમી મળતા ટીમે દોડી જઇ તેને રૂા.65000/-ની મતાના લીફ્ટની ડોર ડ્રાઇવના 2 નંગ સાથે દબોચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે જેસીબીના વર્કશોપમાં થયેલ ક્લચ ચોરીનો ભેદ ઉકેલવા પણ સર્વેલન્સ સ્ક્વોડનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે મળેલ બાતમીના આધારે વર્કશોપમાંથી ચોરીને અંજામ આપનાર બે સગીરોને પુનિતનગર પાણીના ટાંકાની પાછળ આવેલ રોડ પરથી રૂા. 1,60,000ની કિંમતના 4 ક્લચ સાથે દબોચી લઇ જરૂરી કાર્યવાહ હાથ ધરી હતી. ઉપરોક્ત કામગીરીમાં માલવીયાનગર પોલીસ મથકના અજય વીકમા, ભાવેશ ગઢવી, જયદીપસિંહ ભટ્ટી, જયદેવસિંહ પરમાર, મયુરદાન બાટી સહીતના જોડાયા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર