ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટના સાસરિયાઓ સામે જેતપુર માવતરે રહેલી પરિણીતાએ નોંધાવી ત્રાસની ફરિયાદ

રાજકોટના સાસરિયાઓ સામે જેતપુર માવતરે રહેલી પરિણીતાએ નોંધાવી ત્રાસની ફરિયાદ

ચાંદનીબેન ચાંદરાણી (ઉ.વ.24)એ પતિ ધ્રુવભાઈ, સસરા મનિષભાઈ, સાસુ અલ્પાબેન, દિયર હર્ષ સામે આક્ષેપો કર્યા

(આઝાદ સંદેશ), રાજકોટ : જેતપુર ખાતે માવતરે રહેતી ચાંદનીબેન ચાંદરાણી (ઉ.વ.24)એ રાજકોટમાં રહેતા પતિ ધ્રુવભાઈ, સસરા મનિષભાઈ, સાસુ અલ્પાબેન, દિયર હર્ષ સામે ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ચાંદનીબેને ફરિયાદમાં જણાવ્યું કે, હું મારા પિતા પ્રવિણભાઈ કાંતિભાઈ દત્તા, માતા મનીષાબેન, ભાઈ દીપ સાથે જેતપુરના જુનાગઢ રોડ, રાજેશ્વરી સોસાયટીમાં રહું છું. મારા પિતા જેતપુર એસ.ટી. બસ સ્ટેશનમાં દુકાન ચલાવી વેપાર ધંધો કરે છે. મેં બી.કોમ. સુધી અભ્યાસ કરેલ છે. મારા પ્રથમ લગ્ન વર્ષ 2021 માં જુનાગઢ ખાતે રહેતા શ્યામ લાખાણી સાથે થયેલા. ત્યાં અમારો ઘર સંસાર સારી રીતે ચાલેલ નહીં. જેથી એમોએ છુટાછેડા લઇ લીધેલ હતા. બાદ મારા બીજા લગ્ન તા.6/12/2023 ના રોજ ધ્રુવ મનિષભાઈ ચાંદરાણી (રહે. માલવિયા નગર, વિનાયક એપાર્ટમેન્ટ, રાજકોટ) સાથે થયેલ હતા. મારા પતિ ધ્રુવના પણ બીજા લગ્ન હતા. ત્યાં મારો ઘર સંસાર ત્રણેક મહીના સારી રીતે
ચાલેલ હતો.
બાદ મારા સાસુ અલ્પાબેન જે અવાર-નવાર મારી સાથે બોલાચાલી કરતા હતા. મારા પતિને ચડામણી કરતા કે તારી ઘરવાળીને કંઇ કામ આવડતુ નથી. દિયર હર્ષ પણ મારી સાથે ઘરકામ બાબતે અવાર-નવાર બોલાચાલી કરતો હતો. હું હોળી ઉપર મારા માવતરે આવેલ ત્યારે મારા સસરા મનિષભાઈ ત્યાં આવી મારા પિતાને કહેલ કે, રૂ.50,000ની જરૂર છે. મારા પિતાએ હાલ રૂપિયા ન હોવાનું કહ્યું હતું. હું રાજકોટ આવી ત્યારે મારા સાસુ, સસરા, દિયર, પતિ એમ બધા મને કહેતા કે તું તારા માવતરથી 50,000 રૂપિયા લઇ આવ કેમકે કરીયાવરમાં કંઈ લાવેલ નથી તેમ કહી માનસિક ત્રાસ
આપતા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર