ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024

ઈ-પેપર

ગુરુવાર, સપ્ટેમ્બર 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટગુજરાત કેસરી બોડી બિલ્ડીંગની કાલે રાજ્યકક્ષાની ભવ્ય સ્પર્ધા યોજાશે, વિનામૂલ્યે પ્રવેશ અપાશે

ગુજરાત કેસરી બોડી બિલ્ડીંગની કાલે રાજ્યકક્ષાની ભવ્ય સ્પર્ધા યોજાશે, વિનામૂલ્યે પ્રવેશ અપાશે

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા અને વેઇટ લિફટીંગ એસોસિએશન ઓફ રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાની ગુજરાત કેસરી બોડી બિલ્ડીંગ સ્પર્ધાનું આવતીકાલ તા.13, શુક્રવારના રોજ સાંજે 05:00 કલાકે હેમુ ગઢવી નાટ્યગૃહ, ટાગોર રોડ, રાજકોટ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ગુજરાત કેસરી બોડી બિલ્ડીંગ સ્પર્ધા વિધાનસભા-68 મતવિસ્તારના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ખુલ્લી મુકવામાં આવશે. આ ગુજરાત કેસરી બોડી બિલ્ડીંગ સ્પર્ધા અન્વયે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. ગુજરાત કેસરી બોડી બિલ્ડીંગ સ્પર્ધાનો હેતુ મહત્વાકાંક્ષી બોડી બિલ્ડરોને તેમની પ્રતિભા દર્શાવવા અને સ્પર્ધા કરવા, યુવાનોમાં સ્વસ્થ જીવન અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા, યુવાનોમાં ફિટનેસ અને તંદુરસ્ત જીવનશૈલીને પણ પ્રોત્સાહન આપવા અને મહત્વાકાંક્ષી બોડી બિલ્ડરો માટે આ એક આકર્ષક તક અને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવાનો ભાગ લેશે. વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર, મેડલ્સ તથા ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ ગુજરાત કેસરી બોડી બિલ્ડીંગ સ્પર્ધા અન્વયે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડો.માધવ દવે, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો વગેરે ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઈ.ચા.મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ ગુજરાત કેસરી બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં મહતમ સ્પર્ધકોને જોડાવા અને નિહાળવા આહવાન કરેલ છે તેમ સુરેન્દ્રસિંહ વાળા, ભીમાભાઇ કેશવાલા, અસ્પાક ધુમરાડ અને ઉર્વેશ પટેલે આઝાદ સંદેશની મુલાકાતમાં જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર