મંગળવાર, ડિસેમ્બર 3, 2024

ઈ-પેપર

મંગળવાર, ડિસેમ્બર 3, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસ્પોર્ટ્સગાંગુલીએ વિરાટ-રુટ નહીં કરી મોટી ભવિષ્યવાણી, આ ખેલાડી બનશે ટેસ્ટનો સૌથી મહાન...

ગાંગુલીએ વિરાટ-રુટ નહીં કરી મોટી ભવિષ્યવાણી, આ ખેલાડી બનશે ટેસ્ટનો સૌથી મહાન ખેલાડી

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ એક મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે આગામી સમયમાં ટેસ્ટનો મહાન ખેલાડી બની શકે તેવા ખેલાડીનું નામ જાહેર કર્યું છે. નવાઈની વાત એ છે કે તેમણે જે ખેલાડી પસંદ કર્યો છે તે વિરાટ કોહલી કે જો રૂટ નથી.

સૌરવ ગાંગુલીએ કરી મોટી ભવિષ્યવાણી

સૌરવ ગાંગુલીએ આગાહી કરી છે કે, ભારતીય વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત ટેસ્ટ ક્રિકેટના ઓલટાઈમ મહાન ખેલાડીઓમાં સામેલ થઈ શકે છે. ગાંગુલીએ એક પ્રમોશનલ કાર્યક્રમ દરમિયાન કહ્યું, “હું ઋષભ પંતને ભારતના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેનોમાંના એક તરીકે મૂલવું છું. તેના ટેસ્ટ ક્રિકેટમાં પુનરાગમનથી મને આશ્ચર્ય થયું નથી. તે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે. જો તે આ પ્રકારે જ પ્રદર્શન કરતો રહેશે તો તે ટેસ્ટ ક્રિકેટના ઓલટાઈમ ગ્રેટ ખેલાડીઓમાં સામેલ થઈ જશે. હું માનું છું કે ટૂંકા બંધારણમાં તેઓએ વધુ સારું પ્રદર્શન કરવાની જરૂર છે. તે પ્રતિભાશાળી છે અને મને ખાતરી છે કે તે ટૂંક સમયમાં જ તે કરી શકશે. “

આ પણ વાંચો: શેરબજારમાં રોકાણ કરી ઊંચું વળતર આપવાના બહાને વિધવા સાથે અમદાવાદી શખસની રૂ.3.80 લાખની ઠગાઇ

લાંબા સમય બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી

ડિસેમ્બર 2022માં કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ પંતને પહેલી વખત ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ સામે રમાનારી ટેસ્ટ શ્રેણી માટેની ટીમમાં તેની પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઇમાં શરૂ થઇ રહેલી બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે પ્લેઇંગ 11માં તેનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે.

મોહમ્મદ શમીની વાપસી પર કહી હતી આ વાત

પગની ઘૂંટીની સર્જરીને કારણે મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો પરંતુ ગાંગુલીને વિશ્વાસ છે કે આ ફાસ્ટ બોલર આ વર્ષના અંતમાં યોજાનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા સંપૂર્ણપણે ફિટ થઈ જશે. તેણે કહ્યું, “હું જાણું છું કે મોહમ્મદ શમી ઈજાના કારણે ટીમમાં નથી પરંતુ તે ટૂંક સમયમાં પાછો આવશે કારણ કે ભારતને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવો પડશે.” ભારતનું આક્રમણ અત્યારે ઘણું સારું છે.”

સંબંધિત સમાચાર

તાજા સમાચાર