Date 26-11-2024: ટીમ ઈન્ડિયા તારીખ 27મી નવેમ્બરે પર્થથી કેનબેરા જવા રવાના થશે, જ્યાં તેમને બે દિવસીય પિંક બોલની પ્રેક્ટિસ મેચ રમવાની છે. આ મેચ શનિવારથી શરૂ થશે. પરંતુ તે પહેલા ગૌતમ ગંભીરની ભારત વાપસીના સમાચાર છે.
પર્થ ટેસ્ટ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા તરફથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર ભારત પરત ફરી રહેલા ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર સાથે જોડાયેલા છે. ગંભીરની અચાનક વાપસીના કારણોનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ માનવામાં આવે છે કે આ પાછળનું કારણ વ્યક્તિગત છે. હવે સવાલ એ છે કે, ગંભીર ભારત પરત ફર્યા બાદ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાને કોચ કોણ આપશે?
Read: નાસાએ સુનિતા વિલિયમ્સ માટે ‘બચાવ મિશન’ શરૂ કર્યું, રશિયન કાર્ગો અવકાશયાન પ્રસ્થાન
પિંક બોલ ટેસ્ટ પહેલા ટીમ સાથે જોડાશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ પિંક બોલથી રમાશે. આ મેચ 6 થી 10 ડિસેમ્બર દરમિયાન એડિલેડમાં રમાવાની છે. સારી વાત એ છે કે, ગૌતમ ગંભીર પિંક બોલ ટેસ્ટના પ્રારંભ પહેલા ઓસ્ટ્રેલિયા પરત ફરશે.
બીસીસીઆઈને જાણ કરવામાં આવી
બીસીસીઆઇ સાથે સંકળાયેલા સૂત્રોને ટાંકીને ઈન્ડિયન એક્સપ્રેસે લખ્યું છે કે, ગંભીરે તેના ભારત પરત ફરવા અંગેની માહિતી આપી હતી. તે બીજી ટેસ્ટ પહેલા ટીમ સાથે જોડાશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. તેણે પોતાની વાપસીનું વ્યક્તિગત કારણ આપ્યું છે.
આ ટીમ 27 નવેમ્બરના રોજ પર્થથી કેનબેરા જશે
પર્થમાં રમાયેલી સૌપ્રથમ ટેસ્ટ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે કેનબેરાના પ્રવાસે જશે. તે તારીખ 27મી નવેમ્બરે કેનબેરા જવા રવાના થશે, જ્યાં તેને બે દિવસીય પિંક બોલ પ્રેક્ટિસ મેચ રમવાની છે. આ મેચ શનિવારથી શરૂ થશે. ગૌતમ ગંભીરની ગેરહાજરીમાં ભારતીય ટીમનો સપોર્ટ સ્ટાફ જેમ કે આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર, બોલિંગ કોચ મોર્ની મોર્કેલ, ફિલ્ડિંગ કોચ ટી.દિલીપ ટ્રેનિંગ સેશનની દેખરેખ રાખશે.
અંગત કારણોસર પણ બહાર રોહિત
ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ અંગત કારણોસર ટીમ સાથે ઓસ્ટ્રેલિયા પહોંચ્યો નથી. આ કારણોસર તે પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ નહોતો. રોહિતનું અંગત કારણ તેના બીજા બાળકના જન્મ સાથે જોડાયેલું હતું. જોકે હવે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો છે. તેણે ત્યાં પિક બોલથી પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. હવે જો ગંભીર બીજી ટેસ્ટ અગાઉ પહોંચી જશે તો ટીમ ઈન્ડિયાની બેટીંગની દ્રષ્ટીએ થશે.