બુધવાર, ડિસેમ્બર 4, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 4, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ જોશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ જોશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ આ ફિલ્મના વખાણ કરતાં કહ્યું હતું કે, “બિલકુલ સાચી વાત છે. સારું છે કે હવે સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે સામાન્ય લોકો પણ તેને જોઈ શકે. બનાવટી કથા માત્ર થોડા સમય માટે જ ચાલે છે. હકીકતો બહાર આવે છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે ચાર વાગ્યે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોશે. પીએમ મોદી આ ફિલ્મના વખાણ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ગુજરાતની કુખ્યાત ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના પર આધારિત છે. પ્રધાનમંત્રી આ ફિલ્મ નવી દિલ્હીમાં બાલયોગી ઓડિટોરિયમમાં નિહાળશે.

Read: કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની ઓડિયો-વીડિયો સર્વેલન્સ, સરકારે રાજ્યસભાને આપી જાણકારી

ગયા મહિને 15 નવેમ્બરના રોજ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. પીએમ મોદીએ ફિલ્મની રિલીઝ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ફિલ્મના વખાણ કરતા પોતાની પોસ્ટમાં કહ્યું, બિલકુલ સાચી વાત. સારું છે કે હવે સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે સામાન્ય લોકો પણ તેને જોઈ શકે. બનાવટી કથા માત્ર થોડા સમય માટે જ ચાલે છે. અંતે હકીકત બહાર આવે છે.”

પીએમ મોદીએ એક પોસ્ટને રિટ્વીટ કરતા ફિલ્મના વખાણ કર્યા હતા. ફિલ્મ વિશેની આ પોસ્ટ એક પત્રકારે કરી હતી. આ ફિલ્મ 2002માં ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના પર આધારિત છે.

પીએમ મોદીની જેમ શાહે પણ કર્યા વખાણ

માત્ર પીએમ મોદી જ નહીં પરંતુ ગૃહમંત્રી અમિત શાહે પણ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા છે. અમિત શાહે સોશિયલ મીડિયા પર ફિલ્મ મેકર્સની તસવીર પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે, ‘ધ સાબરમતી રિપોર્ટ’ની ટીમને મળી હતી અને સત્ય બહાર લાવવાની હિંમત કરવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ જુઠ્ઠાણા અને ગેરમાર્ગે દોરતા તથ્યોને ઉજાગર કરે છે અને રાજકીય હિતો સાધવા માટે લાંબા સમય સુધી દબાયેલા સત્યને બહાર લાવે છે.

યુપી-એમપીમાં ટેક્સ ફ્રી ફિલ્મ

કેટલાક રાજ્યોમાં આ ફિલ્મ ટેક્સ ફ્રી રહી છે. મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે પોતાના રાજ્યમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી હતી. એટલું જ નહીં, તેમણે પોતાના કેબિનેટના સાથીઓ સાથે પણ આ ફિલ્મ જોઈ હતી. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુ દત્ત શર્મા પણ હાજર રહ્યા હતા.

એક દિવસ પહેલા જ કેન્દ્રીય રાજ્યમંત્રી ભગીરથ ચૌધરીએ રાજસ્થાનના અજમેરમાં ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોઈ હતી. ફિલ્મ જોયા બાદ ચૌધરીએ કહ્યું કે, “સાબરમતી રિપોર્ટમાં સત્ય સામે આવ્યું છે. જો કે વોટબેંકની રાજનીતિએ સમગ્ર માનવતાને શર્મસાર કરી દીધી છે તે પણ કમનસીબી છે. વ્યક્તિએ હંમેશાં સત્યને ટેકો આપવો જોઈએ. સત્યને કદી હરાવી શકાતું નથી.”

સંબંધિત સમાચાર

તાજા સમાચાર