આઇસીસીના તાજેતરના ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રિત બુમરાહે બે બોલરોને પછાડીને નંબર-1 રેન્ક હાંસલ કર્યો.
ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ ફરી એકવાર વિશ્વનો નંબર 1 ટેસ્ટ બોલર બની ગયો છે. બુધવારે જાહેર થયેલા તાજેતરના આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રિત બુમરાહે બે બોલરોને પછાડીને નંબર વનનું સ્થાન હાંસલ કર્યું હતુ. જોશ હેઝલવુડ બીજા સ્થાને હતો, પરંતુ પર્થમાં કમાલના પ્રદર્શન બાદ બુમરાહે બંનેને પાછળ છોડી દીધા અને નંબર 1 બોલર બનવાનો તાજ પોતાના નામે કરી લીધો.
બુમરાહ નંબર-1 બન્યો
આઇસીસીની લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રિત બુમરાહ 883 રેટિંગ પોઇન્ટ સાથે નંબર વન પર છે. જ્યારે સાઉથ આફ્રિકાનો રબાડા 872 રેટિંગ પોઈન્ટ્સ સાથે બીજા અને જોશ હેઝલવૂડ 860 રેટિંગ પોઈન્ટ્સ સાથે ત્રીજા ક્રમે છે. ઓફ સ્પિનરઆર.અશ્વિન ચોથા ક્રમે છે, જ્યારે જાડેજા સાતમા ક્રમે છે. 30 ઓક્ટોબરના રોજ જસપ્રિત બુમરાહને નંબર 1 રેન્કિંગથી છીનવી લેવામાં આવ્યો હતો. તેના સ્થાને રબાડાએ તે સ્થાન હાંસલ કર્યું હતુ. પરંતુ 27 દિવસની અંદર જ બુમરાહને ફરી એકવાર પોતાનો તાજ મળી ગયો છે.
બુમરાહને હરાવવો મુશ્કેલ
બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં જે રંગમાં જોવા મળે છે તે જોતા લાગે છે કે, હવે આ ખેલાડીને નંબર 1ની ખુરશી પરથી હટાવવો મુશ્કેલ નથી. પર્થ ટેસ્ટમાં બુમરાહે કુલ 8 વિકેટ ઝડપી હતી, જેમાંથી 5 વિકેટ પ્રથમ ઈનિંગમાં જ પડી હતી. પર્થમાં માત્ર 150 રનના સ્કોર પર ઢગલો કરનારી ટીમ ઈન્ડિયાએ બુમરાહના દમ પર વાપસી કરી હતી.
જમણા હાથના આ બેટ્સમેને લેજન્ડરી બેટ્સમેનોથી સજ્જ ઓસ્ટ્રેલિયાના બેટીંગ યુનિટનો નાશ કર્યો હતો અને કાંગારુંઓને તેમના જ ઘરઆંગણે 295 રનની શરમજનક હારનો સામનો કરવો પડયોનથી. બુમરાહને હજુ ટેસ્ટ શ્રેણીમાં વધુ 4 મેચ રમવાની છે અને જો તેનું પ્રદર્શન આવું જ રહ્યું તો તેને નંબર 1 પોઝિશન પરથી કોઈ હટાવી શકશે નહીં.