ગુરુવાર, નવેમ્બર 14, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 14, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસ્પોર્ટ્સટી-20 વર્લ્ડ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડને મળ્યું 20 કરોડનું ઇનામ, જાણો કેટલી રકમ ટીમ...

ટી-20 વર્લ્ડ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડને મળ્યું 20 કરોડનું ઇનામ, જાણો કેટલી રકમ ટીમ ઇન્ડિયાને મળી

આ વખતે મહિલા ટી20 વર્લ્ડ કપ માટે ICCએ ગત વર્ષની સરખામણીએ ઇનામની રકમ બમણી કરી દીધી. આ રીતે ન્યુઝીલેન્ડ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ ઈનામી રકમ ધરાવતી ચેમ્પિયન ટીમ બની હતી. ટીમોને માત્ર ટાઈટલ જીતવા માટે જ નહિ, પણ ગુ્રપ સ્ટેજની મેચો જીતવા બદલ પણ ઈનામી રકમ મળતી હોય છે.

મહિલા ટી-20 ક્રિકેટમાં 8 વર્ષ બાદ એક નવા ચેમ્પિયનનો જન્મ થયો છે. ન્યુઝીલેન્ડે છેલ્લા ઘણા વર્ષોથી ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમના શાસનનો અંત આણતા પહેલી વખત વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ ટાઈટલ જીત્યું હતુ. રવિવારે 20 ઓક્ટોબરે દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 32 રનથી હરાવીને પોતાની ત્રીજી ફાઇનલ રમતા પ્રથમ વખત ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડને વર્લ્ડ કપની ઝળહળતી ટ્રોફી મળી હતી અને તેને આશરે 20 કરોડ રુપિયાનું ઈનામ પણ મળ્યું હતુ. આ સાથે જ સાઉથ આફ્રિકાને પણ 10 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગયેલી ટીમ ઈન્ડિયાને પણ પોતાની બેગમાં કેટલાક પૈસા મળ્યા હતા.

યુએઈમાં 3 ઓક્ટોબરથી શરુ થયેલી આ ટુર્નામેન્ટ 20મી ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ફાઈનલ સાથે પુરી થઈ હતી. આ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 158 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. દક્ષિણ આફ્રિકા માટે આ ટાર્ગેટ ઘણો મોટો સાબિત થયો અને આખી ટીમ 20 ઓવરમાં માત્ર 126 રન જ બનાવી શકી. આ રીતે ન્યૂઝીલેન્ડે પ્રથમ વખત ટી-20 વર્લ્ડ કપ જીતવામાં સફળતા હાંસલ કરી હતી. ગત વર્ષે પણ ફાઇનલમાં તેને ઓસ્ટ્રેલિયાની હારનો સામનો કરવો પડ્યો હતો.

વર્લ્ડ ચેમ્પિયન ન્યુઝીલેન્ડ રિચ

આ જીત સાથે જ પહેલી વખત મહિલા ટી-20 વર્લ્ડ કપની સુંદર ટ્રોફી ન્યૂઝીલેન્ડના હાથમાં આવી, પરંતુ માત્ર ટ્રોફી જ નહીં, પરંતુ ન્યૂઝીલેન્ડને ટૂર્નામેન્ટની શ્રેષ્ઠ ટીમ બનવાનું જબરદસ્ત ઇનામ પણ મળ્યું. આઇસીસીએ આ વખતે વિમેન્સ ટી-20 વર્લ્ડ કપની ઈનામી રકમને બમણી કરી દીધી હતી. આ રીતે ચેમ્પિયન ન્યૂઝીલેન્ડને 2.34 મિલિયન ડોલર એટલે કે લગભગ 19.67 કરોડ રૂપિયાનું ઇનામ પણ મળ્યું હતું. મહિલા ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં કોઈ પણ ચેમ્પિયન ટીમને મળેલી આ સૌથી મોટી ઈનામી રકમ છે. આ સિવાય દરેક ટીમને ગ્રુપ સ્ટેજમાં મેચ જીતવા માટે 26.19 લાખ રૂપિયા આપવામાં આવશે. ગ્રુપ સ્ટેજમાં ન્યૂઝીલેન્ડે 3 મેચ જીતી હતી, તેથી તેમને વધારાના 78 લાખ રૂપિયા મળશે. આ રીતે ન્યૂઝીલેન્ડને લગભગ 20.45 કરોડ રૂપિયાનું ઇનામ મળશે.

દક્ષિણ આફ્રિકા અને ભારતને કેટલા પૈસા?

તે જ સમયે, ઉપવિજેતા-અપ રહેલા દક્ષિણ આફ્રિકાને ફાઇનલમાં પહોંચવા બદલ 1.17 મિલિયન ડોલર (9.83 કરોડ રૂપિયા) નું ઇનામ મળશે. સાઉથ આફ્રિકાએ પણ ગૂ્રપ સ્ટેજમાં 3 મેચ જીતી હતી અને તેથી તેમને વધારાના રુપિયા 78 લાખ પણ મળશે. એટલે કે દક્ષિણ આફ્રિકાની ટીમ કુલ મળીને લગભગ 10.62 કરોડ રૂપિયા ઘરે લઈ જશે. ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો ટુર્નામેન્ટમાં નિરાશાજનક દેખાવનું પરીણામ પણ તેને મળેલી રકમ પર જ આવ્યું હતુ. ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ ગઈ હતી. જો કે ટીમ ઈન્ડિયાએ પોતાના ગ્રુપમાં શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવ્યું હતું, તેથી આ બંને મેચ જીતવાના બદલામાં ટીમ ઈન્ડિયાને તેમની બેગમાં માત્ર 52 લાખ રૂપિયા જ મળશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર