બુધવાર, નવેમ્બર 6, 2024

ઈ-પેપર

બુધવાર, નવેમ્બર 6, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસ્પોર્ટ્સમોહમ્મદ શમીની ટીમ ઇન્ડિયામાં સફર ખતમ? બીસીસીઆઈના એક નિર્ણયથી ખળભળાટ મચી ગયો

મોહમ્મદ શમીની ટીમ ઇન્ડિયામાં સફર ખતમ? બીસીસીઆઈના એક નિર્ણયથી ખળભળાટ મચી ગયો

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ટીમમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પસંદગી કરવામાં આવી નથી. તેણે તાજેતરમાં જ પોતાને ફિટ જાહેર કર્યો હતો. આ સિવાય તે આખા રન-અપથી બોલિંગ કરતો જોવા મળ્યો હતો.
ટીમ ઈન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ પછી ભારતીય ટીમ તેની આગામી ટેસ્ટ શ્રેણી ઓસ્ટ્રેલિયા સામે રમશે. 22 નવેમ્બરથી રમાનારી આ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આ પ્રવાસ પર ટીમનો ભાગ નહીં હોય. મોહમ્મદ શમી 2023ના વન-ડે વર્લ્ડકપથી ટીમ ઇન્ડિયાની બહાર છે. ટુર્નામેન્ટ દરમિયાન તેને ઈજા થઈ હતી, જેના કારણે તે ફેબુ્રઆરી, 2024માં સર્જરી કરાવવા માટે લંડન ગયોનથી. એવું માનવામાં આવી રહ્યું હતું કે તે આ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પરત ફરી શકે છે, પરંતુ એવું થયું નથી.

Read: ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મનપાના બંન્ને પૂર્વ કમિશ્ર્નરને એફીડેવીટ રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ

બીસીસીઆઈએ મોહમ્મદ શમી પર કોઈ અપડેટ આપી નથી

બીસીસીઆઇએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ટીમની જાહેરાત કરી દીધી છે તેમજ જ્યાં ટી-20 શ્રેણી રમાવાની છે, તેવા સાઉથ આફ્રિકા પ્રવાસ માટેની ટીમની જાહેરાત કરી દીધી છે. આ સમય દરમિયાન બીસીસીઆઈએ ઈજાના કારણે જે ખેલાડીની ટીમમાં પસંદગી થઈ ન હતી તેના વિશે અલગથી અપડેટ પણ આપ્યું છે, જેમાં કુલદીપ યાદવ, મયંક યાદવ, શિવમ દુબે અને રિયાન પરાગ જેવા ખેલાડીઓ સામેલ છે. પરંતુ બીસીસીઆઇએ પોતાની પ્રેસ રિલીઝમાં મોહમ્મદ શમી પર કોઇ અપડેટ નથી આપી, જેનાથી તમામને આશ્ચર્ય થયું છે.

મોહમ્મદ શમીએ પોતાને ફિટ જાહેર કર્યો

મોહમ્મદ શમીએ હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન પોતાની ઇજા પર કહ્યું હતું કે તેને હવે કોઇ દુખાવો નથી થઇ રહ્યો અને તેણે આગામી મહિનાથી શરૂ થઇ રહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદગી માટે પોતાની દાવેદારી મજબૂત કરવા માટે ઓછામાં ઓછી એક કે બે ઘરેલુ મેચ રમીને પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે. પરંતુ બીસીસીઆઈએ અચાનક જ ટીમની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. આટલું જ નહીં શમીને ફિટનેસના વિષય સાથે પણ પસંદ કરવામાં આવ્યો નહતો, જેનો અર્થ એ થયો કે, સિરીઝની વચ્ચે પણ તેની એન્ટ્રી મુશ્કેલ છે.

તાજેતરમાં મોહમ્મદ શમી બેંગલુરુ ટેસ્ટ બાદ આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયરને બોલિંગ કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ તે આખા રન-અપથી બોલિંગ કરતો જોવા મળ્યો હતો. સાથે જ શમી સતત પોતાની જાતને કહેતો રહે છે. આ પછી પણ તેની પસંદગી કેમ ન થઈ, તે સમજની બહાર છે. શમી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કુલ 11 ટેસ્ટ મેચ રમ્યો છે અને તેણે 40 વિકેટ પોતાના નામે કરી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર મોહમ્મદ શમી જેવા ફાસ્ટ બોલરની ખોટ પડી શકે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર