મંગળવાર, ડિસેમ્બર 10, 2024

ઈ-પેપર

મંગળવાર, ડિસેમ્બર 10, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસ્પોર્ટ્સપ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની ઐતિહાસિક જીત, ઓસ્ટ્રેલિયાને 295 રને હરાવ્યું

પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની ઐતિહાસિક જીત, ઓસ્ટ્રેલિયાને 295 રને હરાવ્યું

534 રનનો લક્ષ્યાંક હાંસલ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટિમ 238 રનમાં ઓલઆઉટ

નવી દિલ્હી : ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું છે. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કાંગારૂ ટીમ 238 રનમાં સમેટાઈ ગઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પ્રથમ દાવના આધારે ભારત પાસે 46 રનની લીડ હતી. ભારતે બીજી ઇનિંગ છ વિકેટે 487 રન પર ડિકલેર કરી હતી અને 533 રનની લીડ મેળવી લીધી હતી.

નોંધનીય છે કે ટીમ ઈન્ડિયામાં ન તો રોહિત શર્મા હતો, ન શુભમન ગિલ, ન રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન કે ન તો મોહમ્મદ શમી. આમ છતાં ટીમ ઈન્ડિયાએ ઐતિહાસિક જીત નોંધાવી. 2021માં ગાબા ખાતે ઓસ્ટ્રેલિયાનું ગૌરવ તોડ્યા બાદ હવે ભારતે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાનું ગૌરવ તોડ્યું છે. આ ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાએ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ચાર ટેસ્ટ રમી હતી અને તે તમામ જીતી હતી. અગાઉની મેચો પર્થના WACA સ્ટેડિયમમાં રમાઈ હતી. જો કે, 2018 થી, ઓપ્ટસ સ્ટેડિયમમાં મેચો રમવાનું શરૂ થયું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર