વડોદરાના સમા વિસ્તારમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. પૂરઝડપે કાર ચલાવી રહેલા એક કારચાલકે ચાર લોકોને અડફેટમાં લેતા ભારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટના સર્જ્યા બાદ કારચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલુ છે.
વડોદરાના સમા વિસ્તારમાં હિટ એન્ડ રનની ભયાનક ઘટના, ચાર લોકોને અડફેટમાં લીધા


