🔴 બ્રેકિંગ ન્યૂઝ | બનાસકાંઠા
બનાસકાંઠા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, કચેરી ખાલી કરાવી સઘન તપાસ શરૂ
ન્યૂઝ:
બનાસકાંઠા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે. કલેક્ટર કચેરીના અધિકૃત ઈમેલ પર ધમકીભર્યો સંદેશ મળ્યાની જાણ થતાં DySP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને કલેક્ટર કચેરીમાં હાજર તમામ કર્મચારીઓ અને અધિકારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ કચેરીની આસપાસ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર કચેરીમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કલેક્ટર કચેરીને ચોતરફથી સીલ કરી દેવામાં આવી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને ધમકી આપનારની શોધખોળ હાથ ધરવામાં આવી છે.


