શીર્ષક:
સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી, શ્રદ્ધા અને ઇતિહાસનું અનોખું સંગમ
સમાચાર:
સૌરાષ્ટ્રના પવિત્ર ધામ સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી યોજાઈ રહી છે. મહમદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિર પર થયેલા આક્રમણને એક હજાર વર્ષ પૂર્ણ થતા આ પર્વનું વિશેષ મહત્ત્વ છે. આ અવસર પર રાષ્ટ્રની સંસ્કૃતિ, આસ્થા અને સ્વાભિમાનને યાદ કરવામાં આવી રહ્યું છે.
સ્વાભિમાન પર્વ દરમિયાન સોમનાથ મંદિર પરિસરમાં 24 કલા ઓમકારના જાપનું આયોજન કરાયું છે. દેશના ચાર મહાનગરોમાંથી રોજ એક-એક વિશેષ ટ્રેન સોમનાથ પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વધુમાં વધુ શ્રદ્ધાળુઓ આ પર્વમાં જોડાઈ શકે.
પર્વ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો, સાંસ્કૃતિક રજૂઆતો અને ઐતિહાસિક ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ ભારતની અડગ આસ્થા અને સ્વાભિમાનનું પ્રતીક બની રહ્યો છે.


