અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહાયક અને ટર્નિંગ પોઈન્ટ યુએસએના સ્થાપક ચાર્લી કિર્કને બુધવારે ઉટાહ વેલી યુનિવર્સિટીમાં રૂઢિચુસ્ત વિદ્યાર્થી સંમેલનને સંબોધિત કરતી વખતે ગોળી વાગી હતી, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. ટ્રમ્પે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે ઉટાહ વેલી યુનિવર્સિટીના કાર્યક્રમમાં ગોળી વાગવાથી ચાર્લી કિર્કનું મૃત્યુ થયું છે.
બુધવારે ઓરેમ સ્થિત ઉટાહ વેલી યુનિવર્સિટીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સાથી ચાર્લી કિર્ક પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે ચાર્લી કિર્ક વેલી યુનિવર્સિટીમાં રૂઢિચુસ્ત વિદ્યાર્થી સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ ગોળીબારની ઘટનામાં ટર્નિંગ પોઈન્ટ યુએસએના સ્થાપક ચાર્લી કિર્કનું મૃત્યુ થયું હતું. ટ્રમ્પે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે ઉટાહ વેલી યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં ગોળીબારને કારણે ચાર્લી કિર્કનું મૃત્યુ થયું છે.
ભાષણ દરમિયાન ગોળી વાગી
ચાર્લી કિર્ક ૩૧ વર્ષનો હતો. ગોળી વાગતા પહેલા તે બંદૂક હિંસા વિશે વાત કરી રહ્યો હતો. એક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ગોળી કેવી રીતે ચલાવવામાં આવી અને કિર્ક નીચે પડી ગયો. એવું લાગે છે કે તેને ગરદનમાં ગોળી વાગી હતી. આ ઘટનાની તપાસ ચાલી રહી છે.
વેલી યુનિવર્સિટીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ચાર્લી કિર્ક પોતાનું ભાષણ આપી રહ્યા હતા તેને લગભગ 20 મિનિટ થઈ હતી ત્યારે નજીકની ઇમારતમાંથી ગોળીબારનો અવાજ સંભળાયો.


