મંગળવાર, ડિસેમ્બર 10, 2024

ઈ-પેપર

મંગળવાર, ડિસેમ્બર 10, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતગુજરાતમાં મેઘસવારી યથાવત, 233 તાલુકામાં વરસાદ, 7માં 4 ઈંચથી વધુ

ગુજરાતમાં મેઘસવારી યથાવત, 233 તાલુકામાં વરસાદ, 7માં 4 ઈંચથી વધુ

આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘસવારી : બપોરે 12 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ, તાપીના ડોલવણમાં 2.44 ઈંચ

(આઝાદ સંદેશ) રાજકોટ : ગુજરાતમાં છેલ્લા 2 અઠવાડિયાથી શાંત રહેલા મેઘરાજાએ આ અઠવાડિયાની શરૂઆતથી જ રાજ્યમાં ફરી એન્ટ્રી કરી હતી. ત્યારે ભાદરવો ભરપૂર ઉક્તિ સાર્થક ઠરી રહી હોય તેમ ગુજરાતમાં સતત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ નર્મદાના સાગબારા તાલુકામાં 7 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગરના લખતરમાં 5.45 ઈંચ, જૂનાગઢમાં 4.80 ઈંચ, સુરતના ઉમરપાડામાં 4.60 ઈંચ, રાજકોટના ધોરાજીમાં 4.48 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના 7 તાલુકામાં 4 ઈંચથી વધુ, 17 તાલુકામાં 3 ઈંચથી વધુ, 40 તાલુકામાં 2 ઈંચથી વધુ જ્યારે કુલ 110 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્યથી 1 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. બીજી તરફ આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે. તાપી અને વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગુજરાતમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ 8 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. બપોરે 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 2.44 ઈંચ અને સુરતના ઓલપાડમાં પોણા બે ઇંચ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, જુનાગઢ, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર