સુરતઃ નોકરી અપાવવાના બહાને છેતરપિંડી, 8 વર્ષથી ફરાર આરોપીઓ ઝડપાયા
સુરત શહેરમાં નોંધાયેલા છેતરપિંડીના કેસમાં પોલીસે 8 વર્ષ બાદ મોટી કાર્યવાહી કરી છે. નોકરી અપાવવાના બહાને રૂ. 1 લાખ 97 હજારની ઠગાઈ કરનાર બે વોન્ટેડ આરોપીઓને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી લેવામાં આવ્યા છે.
બંને આરોપીઓ લાંબા સમયથી પોલીસથી બચવા માટે અલગ-અલગ સ્થળોએ રહેતા હતા. કેસની તપાસ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે ટીમ બનાવી ઉત્તર પ્રદેશમાં દરોડો પાડી આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીઓની ધરપકડ બાદ તેમને સુરત લાવી વધુ પૂછપરછ શરૂ કરી છે. સાથે જ છેતરપિંડીના અન્ય મામલાઓમાં તેમની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.


