સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસ્પોર્ટ્સશરદે ઉંચી કૂદમાં તો અજિતે ભાલા ફેંકમાં જીત્યો સિલ્વર, પેરાલિમ્પિકમાં ભારતે 20...

શરદે ઉંચી કૂદમાં તો અજિતે ભાલા ફેંકમાં જીત્યો સિલ્વર, પેરાલિમ્પિકમાં ભારતે 20 મેડલ જીતી ટોક્યોને પાછળ છોડ્યું

(આઝાદ સંદેશ), નવી દિલ્હી : પેરિસ પેરાલિમ્પિક 2024 ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત છે. મંગળવારે ભારતીય ખેલાડીઓએ પાંચ મેડલ જીત્યા હતા. જેમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. અજિત સિંહે જેવલિન થ્રોની F46 કેટેગરીમાં અને હાઈ જમ્પર શરદ કુમારે મંગળવારે હાઈ જમ્પની ઝ63 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે આ પેરાલિમ્પિકમાં ભારતના મેડલની સંખ્યા અત્યાર સુધીમાં 20 પર પહોંચી ગઈ છે. મેડલનો આ આંકડો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ છે. તેના ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ્સના શાનદાર પ્રદર્શનના આધારે ભારતે ટોક્યો પેરાલિમ્પિકમાં તેના અગાઉના 19 મેડલના શ્રેષ્ઠ પ્રદર્શનને પાછળ છોડી દીધું છે. નોંધનીય છે કે આ વખતે ભારતે આ ગેમ્સમાં 25 પોઈન્ટના લક્ષ્ય સાથે પ્રવેશ કર્યો છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ આ લક્ષ્યને હાંસલ કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. પેરિસ પેરાલિમ્પિકમાં 84 પેરા એથ્લેટ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ ગેમ્સ 8 સપ્ટેમ્બર સુધી યોજાનાર છે. ભારત 12 ડિસિપ્લિનમાં સ્પર્ધા કરી રહ્યું છે, જે ટોક્યો કરતાં ત્રણ વધુ છે.
ભારતીય પેરા એથ્લેટ્સે મંગળવારે પેરિસમાં આયોજિત પેરાલિમ્પિક 2024 ગેમ્સમાં પુરુષોની ઊંચી કૂદની ઝ63 કેટેગરીની ઇવેન્ટમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા. મોડી રાત્રે યોજાયેલી ફાઈનલ મેચમાં હાઈ જમ્પર શરદ કુમારે 1.88 મીટરનું અંતર કાપીને સિલ્વર મેડલ જીત્યો હતો. મરિયપ્પન થંગાવેલુએ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને 1.85 મીટરનું અંતર કાપ્યું. તેમને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. મરિયપ્પન ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિશ્ર્વ રેકોર્ડ હોલ્ડર યુએસએના ફ્રેચ એઝરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર