ગુરુવાર, નવેમ્બર 21, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસ્પોર્ટ્સBCCIએ ઠુકરાવી પાકિસ્તાનની ઓફર, ચેમ્પિયન્સ ટ્રોફી માટે ન ચાલી આ ટ્રીક!

BCCIએ ઠુકરાવી પાકિસ્તાનની ઓફર, ચેમ્પિયન્સ ટ્રોફી માટે ન ચાલી આ ટ્રીક!

ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. આ માટે પીસીબીએ આ માટે શેડ્યૂલ જાહેર કર્યું હતું, જેના પર હજુ સુધી આઇસીસીએ મહોર મારી નથી. આવામાં ટીમ ઇન્ડિયાને લાહોરમાં રહીને રમવાની ઓફર કરવામાં આવી હતી. હવે પીસીબીએ ભારતને ચંદીગઢ, મોહાલી કે દિલ્હી પરત ફરવાની ઓફર કરી છે.

2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પાકિસ્તાન કરશે. તેનું આયોજન ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં થવાનું છે. ટીમ ઇન્ડિયા પાકિસ્તાન ન જવાની ખબરો વચ્ચે ટૂર્નામેન્ટ ગુમાવવાનો પણ ખતરો છે. જેને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બીસીસીઆઇની સામે નવી ઓફર મૂકી હતી. ક્રિકબઝના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પીસીબીએ પત્ર લખીને ટીમ ઈન્ડિયાને મેચ રમ્યા બાદ તે જ દિવસે પરત ફરવાની ઓફર કરી છે. તેમણે આમાં મદદ કરવાની ખાતરી પણ આપી છે. હવે ભારતીય બોર્ડે આ દાવાને ફગાવી દીધો છે. તેમનું કહેવું છે કે, બીસીસીઆઈને પીસીબી તરફથી આવો કોઈ પત્ર મળ્યો નથી.

બીસીસીઆઈએ દાવા પર શું કહ્યું?

ક્રિકબઝના રિપોર્ટ અનુસાર પીસીબીએ કહ્યું હતું કે જો ટીમ ઇન્ડિયાને સુરક્ષાને લઇને કોઇ પણ પ્રકારની ચિંતા છે અને તે પાકિસ્તાનમાં રહેવા માંગતી નથી. તેથી તે મોહાલી, ચંદીગઢ અથવા નવી દિલ્હીમાં પોતાનો બેઝ કેમ્પ સ્થાપિત કરી શકે છે. અને દરેક મેચ બાદ ભારતીય ટીમ પોતાના કેમ્પમાં પરત ફરી શકે છે. હવે દૈનિક જાગરણના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બીસીસીઆઈના કોઈ વરિષ્ઠ અધિકારીએ આવી કોઈ ઓફર મેળવવાનો ઇનકાર કર્યો નથી. લાહોરથી ભારતનું અંતર માત્ર થોડાક કિલોમીટર છે. આને ધ્યાનમાં રાખીને પીસીબીએ બીસીસીઆઈને દરેક મેચ બાદ ભારતને પરત લાવવા માટે એક નવો વિકલ્પ આપ્યો હતો.

પાકિસ્તાને 1996થી અત્યાર સુધી આઇસીસીની કોઇ ટુર્નામેન્ટની યજમાની કરી નથી. આ વખતે તે ચેમ્પિયન્સ ટ્રોફી કરાવવા માટે બેતાબ છે. આ માટે પીસીબીએ લાહોર, કરાચી અને રાવલપિંડીમાં યોજાનારી ટૂર્નામેન્ટનો કાર્યક્રમ આઈસીસીને સોંપી દીધો છે. પાકિસ્તાની બોર્ડ લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યું છે અને વર્લ્ડ ક્લાસ ઈવેન્ટનું વચન આપ્યું છે. પરંતુ અંતિમ નિર્ણય ભારત સરકાર પર નિર્ભર કરે છે.

ઇસીબીએ શું કહ્યું?

ઇસીબીના અધ્યક્ષ રિચાર્ડ ગોલ્ડ અને રિચાર્ડ થોમ્પસને તાજેતરમાં પીસીબીના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. બંનેએ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી, તેમાં ભારતીય ટીમની ભાગીદારી અને જય શાહની ભૂમિકા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું ન હોવું એ ક્રિકેટના હિતમાં નથી. તેમનું માનવું છે કે, બ્રોડકાસ્ટ રાઈટ્સને બચાવવા માટે ભારતીય ટીમ હોવી જરુરી છે. જો ભારત નહીં આવે તો હાઇબ્રિડ મોડલ જેવા અન્ય વિકલ્પો જોવા મળશે. પરંતુ આ ટૂર્નામેન્ટમાં તેમના સ્થાને અન્ય કોઇ ટીમ ભાગ લઇ શકશે નહીં.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર