રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ કર્મચારીઓમાં રમતગમતની ભાવના વિકસે તેમજ શારીરિક તંદુરસ્તી અને ટીમ વર્ક વધે તે હેતુસર ક્રિકેટ મેચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
રીબડા સ્થિત SPG ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસીય પોલીસ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ રૂરલ પોલીસના વિવિધ પોલીસ સ્ટેશનની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.
આ ક્રિકેટ મેચના ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટ રૂરલ પોલીસ વડા શ્રી વિજયસિંહ ગુજ્જર સાહેબ, ASP શ્રીમતી સિમરન ભારદ્વાજ સાહેબ તથા ગોંડલ ડીવાયએસપી શ્રી ઝાલા સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આજથી રાજકોટ હેડ ક્વાર્ટર અને રાજકોટ ડિવિઝન વચ્ચે મેચોની શરૂઆત કરવામાં આવી છે. રમતગમત દ્વારા પોલીસ કર્મચારીઓમાં શારીરિક તંદુરસ્તી, ટીમ વર્ક તથા સકારાત્મક ઊર્જા વધે તે ઉદ્દેશ્ય સાથે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
ત્રણ દિવસ સુધી ચાલનારી આ ક્રિકેટ મેચમાં ખેલાડીઓમાં ભારે ઉત્સાહ અને રમતપ્રેમ જોવા મળ્યો હતો.


