શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસ્પોર્ટ્સકોણ છે ટીમ ઇન્ડિયાનો 'ગજિની'? રોહિત શર્માએ રહસ્ય ખોલ્યું; જાણીને ચોંકી જશો

કોણ છે ટીમ ઇન્ડિયાનો ‘ગજિની’? રોહિત શર્માએ રહસ્ય ખોલ્યું; જાણીને ચોંકી જશો

રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે બાંગ્લાદેશમાં ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વિપ કર્યું છે. હવે સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે 3 ટી-20 મેચની શ્રેણી રમશે.

ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો પર રોહિત શર્માઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચોની ટેસ્ટ શ્રેણી સમાપ્ત થઈ ગઈ છે. ભારતે તેને 2-0થી જીતી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમાવાની છે, જે 6 ઓક્ટોબરથી શરુ થશે. આ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જે ફેમસ શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની બીજી સિઝનનો પ્રોમો વીડિયો છે.

આ વીડિયોમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને તેના સાથી ખેલાડીઓ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ શોના પ્રોમોમાં રોહિત શર્માને એક ફની સવાલ પૂછવામાં આવ્યો હતો, જે તેની ભૂલવાની ફેમસ આદત સાથે જોડાયેલો હતો. આ સવાલ સાંભળીને દર્શકોમાં હાસ્યનો માહોલ છવાઇ ગયો હતો.

રોહિતે કહ્યું કે, “કોણ છે ટીમ ઇન્ડિયાનો ગજિની?”
આ ફની એપિસોડમાં એક્ટ્રેસ અર્ચના પૂરણ સિંહે રોહિતને સવાલ કર્યો હતો કે, ટીમ ઇન્ડિયાની ગજિની કોણ છે? રોહિત શર્માએ હસતાં હસતાં જવાબ આપ્યો, “આ મારું ઓરિજિનલ ટાઇટલ છે.”

શોર્ટ ટર્મ મેમરી લોસથી પીડાતી ફિલ્મ ‘ગજિની’ના પાત્રની જેમ રોહિત શર્માની ભૂલવાની આદતની તેના સાથી ખેલાડીઓએ ઘણી વખત મજાક ઉડાવી છે. તેના સાથી ખેલાડીઓ અગાઉ પણ ઘણી વખત કહી ચૂક્યા છે કે, રોહિત ઘણી વખત તેનો ફોન, આઇપેડ, વોલેટ અને પાસપોર્ટ પણ ભૂલી જાય છે. આ મજેદાર વાતચીત ધ કપિલ શર્મા શોના આગામી એપિસોડમાં બતાવવામાં આવશે, જ્યાં ફેન્સ પોતાના ફેવરિટ ક્રિકેટર્સને અલગ અંદાજમાં જોઇ શકશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર