મેથ્યુ બ્રેટ્ઝકીએ આ વર્ષે પાકિસ્તાનમાં ડેબ્યૂ કર્યું હતું અને માત્ર ચાર મેચમાં જ તે ODI ક્રિકેટના ઇતિહાસમાં અમર બની ગયો છે. કારણ કે આ ખેલાડીએ એવું પરાક્રમ કર્યું છે જે પહેલીવાર જોવા મળી રહ્યું છે.
વિશ્વ રેકોર્ડ તોડ્યા પછી દિલ તૂટી ગયું
ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં અડધી સદી ફટકારીને બ્રેટ્ઝકીએ એક રેકોર્ડ તોડ્યો પણ તે જ મેચમાં તેનું હૃદય પણ તૂટી ગયું. વાસ્તવમાં બ્રેટ્ઝકી તેની બીજી વનડે સદી ચૂકી ગયો. આ જમણા હાથનો બેટ્સમેન 88 રન બનાવીને આઉટ થયો. નાથન એલિસના બોલ પર મોટો સ્ટ્રોક રમવાનો પ્રયાસ કરતી વખતે તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી.