નવરાત્રીના ગ્રાઉન્ડમાં વિધર્મીઓને પ્રવેશબંધીના મુદ્દે ચચા ફરી ગરમાઈ છે.
જૂનાગઢના મહંત ઇન્દ્રભારતી બાપુએ રાજકોટમાં ગણપતિ ઉત્સવના કાર્યક્રમમાં આ મુદ્દે ચોંકાવનારું નિવેદન આપ્યું.
બાપુએ કહ્યું કે “દાંડિયા ઓછા રમજો પણ દાંડિયારાસમાં બહેનો–દીકરીઓ વિધર્મીઓથી કેમ સલામત રહે તેનું ધ્યાન રાખજો.”
તેમણે આક્ષેપ કર્યો કે દાંડિયારાસ દરમિયાન વિધર્મીઓ ચાંદલા કરે છે, હાથમાં ટેટુ કરે છે, ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવીને ગ્રાઉન્ડમાં પ્રવેશ કરે છે અને બહેનો–દીકરીઓને ફસાવવાનો પ્રયાસ કરે છે.
ઇન્દ્રભારતી બાપુએ યુવાઓને સંદેશ આપ્યો કે પહેલાં લોકો બહેનો–દીકરીઓ માટે માથું આપી દેતા હતા, હવે ઓછામાં ઓછું ધ્યાન રાખજો.
તેમણે ઉમેર્યું કે જરૂર પડે તો દીકરીઓ માટે માથું આપી દેજો.