ઈંગ્લેન્ડમાં એક ઓનલાઈન ચેરિટી ઇવેન્ટમાં ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલની જર્સી પર સૌથી વધુ બોલી લગાવવામાં આવી હતી. તેની જર્સીની કિંમત લાખોમાં હતી. આ દરમિયાન ગિલે જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ અને જો રૂટને પાછળ છોડી દીધા.
શુભમન ગિલની જર્સી આટલી કિંમતે વેચાઈશુભમન ગિલની જર્સી ૫.૪૧ લાખ રૂપિયાની જંગી કિંમતે વેચાઈ છે. એક ઓનલાઈન ચેરિટી ઇવેન્ટમાં ગિલની જર્સીને સૌથી વધુ બોલી લાગી હતી. આ હરાજી ૧૦ જુલાઈથી ૨૭ જુલાઈ સુધી ચાલી હતી અને તેમાંથી મળેલી સંપૂર્ણ રકમ રૂથ સ્ટ્રોસ ફાઉન્ડેશનને આપવામાં આવશે. આ ફાઉન્ડેશન એવા પરિવારોને મદદ કરે છે જેમના બાળકો અથવા પરિવારના સભ્યો લાંબા સમયથી અસાધ્ય રોગો સામે ઝઝૂમી રહ્યા છે અને તેમની પાસે આ રોગ સામે લડવા માટે પૈસા નથી.
આ ફેડરેશનની શરૂઆત ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન એન્ડ્રુ સ્ટ્રોસે કરી હતી. વાસ્તવમાં, તેમની પત્ની રૂથ સ્ટ્રોસનું 2018 માં કેન્સરને કારણે અવસાન થયું હતું. રૂથના મૃત્યુ પછી, તેમણે તેમની પત્નીની યાદમાં રૂથ સ્ટ્રોસ ફાઉન્ડેશનની સ્થાપના કરી. આ ફાઉન્ડેશનનો ધ્યેય એવા તમામ બાળકોને આર્થિક રીતે મદદ કરવાનો છે જેઓ લાંબા ગાળાની બીમારીથી પીડાઈ રહ્યા છે અને જેમના પરિવારના સભ્યો પાસે વધારે પૈસા નથી.