ગુરુવાર, નવેમ્બર 21, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસ્પોર્ટ્સઆઈપીએલ 2025 પહેલા કુલ 50 ખેલાડીઓને રિટેન કરવામાં આવશે! આગળ છે આ...

આઈપીએલ 2025 પહેલા કુલ 50 ખેલાડીઓને રિટેન કરવામાં આવશે! આગળ છે આ મોટા નામ, કોનું પત્તું કપાશે?

બીસીસીઆઈ દ્વારા ટૂંક સમયમાં લેખિત નીતિની જાહેરાત કરવામાં આવશે. આ વખતે બીસીસીઆઈ આઈપીએલ 2025ની હરાજી પહેલા તમામ ફ્રેન્ચાઈઝીઓને 5-5 ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપી શકે છે. આ પછી મેગા હરાજી કરવામાં આવશે.

આઇપીએલ 2025 પહેલા મેગા હરાજી થશે, જે ચાલુ વર્ષના અંત ભાગમાં યોજાઈ શકે છે. બીસીસીઆઈ દ્વારા ટૂંક સમયમાં લેખિત નીતિની જાહેરાત કરવામાં આવી શકે છે. આ દરમિયાન રિપોર્ટ સામે આવી રહ્યા છે કે બીસીસીઆઈ આઈપીએલ ફ્રેન્ચાઈઝીને 5 ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપી શકે છે. જેમાં 3 ભારતીય અને 2 વિદેશી ખેલાડી સામેલ હશે. તમને જણાવી દઇએ કે, ગત વખતે તમામ ટીમોએ 4-4 ખેલાડીઓને રિટેન કર્યા હતા. સાથે જ આ વખતે રાઇટ ટુ મેચના નિયમને હટાવી શકાય છે. આવી સ્થિતિમાં, ચાલો આપણે જાણીએ કે હરાજી પહેલા આઈપીએલની તમામ ફ્રેન્ચાઇઝી કયા 5 ખેલાડીઓને જાળવી શકે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ

એમએસ ધોનીનું નામ ફરી એકવાર ચેન્નઈ સુપર કિંગ્સની રિટેન્શન લિસ્ટમાં આવી શકે છે. આવી સ્થિતિમાં તે બીજી સિઝનમાં રમતો જોવા મળવાનો છે. આ સાથે જ ટીમના કેપ્ટન રુતુરાજ ગાયકવાડને પણ રિટેન કરવામાં આવશે તે લગભગ નક્કી છે. આ સિવાય રવિન્દ્ર જાડેજા ત્રીજા ભારતીય તરીકે ટીમનો હિસ્સો બની શકે છે. આ ઉપરાંત વિદેશી ખેલાડી તરીકે રિટેન્શનની રેસમાં રચિન રવિન્દ્ર અને મથિષા પથીરાના સૌથી આગળ છે.

ગુજરાત ટાઇટન્સ

ગુજરાત ટાઇટન્સ ટીમ માટે 5 ખેલાડીઓની પસંદગી કરવી ખૂબ જ મુશ્કેલ બની રહેવાની છે. જોકે ટીમના કેપ્ટન શુબમન ગિલને રિટેન કરવામાં આવશે તે લગભગ નક્કી છે. તેમના સિવાય સાઈ સુધરસન અને મોહમ્મદ શમી ટીમની પહેલી પસંદ બની શકે છે. સાથે જ જો વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો રાશિદ ખાનનું નામ સૌથી આગળ હોઈ શકે છે અને ટીમ ફરી એકવાર ડેવિડ મિલર પર દાવ પણ લગાવી શકે છે.

કોલકાતા નાઇટ રાઇડર્સ

ગત સિઝનની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ માટે 5 ખેલાડીઓને રિટેન કરવા કોઇ ટેન્શનથી કમ નથી. ગત સિઝનમાં તેની ટીમનું કોમ્બિનેશન ખુબ જ શાનદાર રહ્યું હતુ, જેના કારણે તે ટાઈટલ પણ જીતવામાં સફળ રહ્યો. આવી સ્થિતિમાં, તે કયા 5 ખેલાડીઓને જાળવી રાખશે, તે જોવાનું રહેશે. જોકે શ્રેયસ અય્યર, રિંકુ સિંહ અને વરુણ ચક્રવર્તી ટીમની પહેલી પસંદ બની શકે છે. આ સાથે જ સુનીલ નારાયણ અને આંદ્રે રસેલ ટીમના સૌથી મોટી ઉંમરના ખેલાડીઓમાં સામેલ છે, જેમને ફરી એકવાર રિટેન કરી શકાય છે.

દિલ્હી કેપિટલ્સ

દિલ્હી કેપિટલ્સની ટીમના 5 ખેલાડીઓ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. રિટેન્શન લિસ્ટમાં કેપ્ટન રિષભ પંતની સાથે અક્ષર પટેલ અને કુલદીપ યાદવને સામેલ કરવામાં આવી શકે છે. સાથે જ ટીમ હંમેશા યુવા ખેલાડીઓ પર દાવ લગાવે છે. આવી સ્થિતિમાં જેક ફ્રેઝર-મેકગુર્ક અને ટ્રિસ્ટિયન સ્ટબ્સ ફરી એક વખત આ ટીમનો હિસ્સો બની શકે છે.

લખનૌ સુપર જાયન્ટ્સ

લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ માટે કેએલ રાહુલ ફરી એકવાર પહેલી પસંદ બની શકે છે. સાથે જ લખનઉ સુપર જાયન્ટ્સ પણ રવિ બિશ્નોઈ અને આયુષ બદોનીને રિટેન કરી શકે છે. આ ઉપરાંત નિકોલસ પૂરણ અને માર્કસ સ્ટોઈનીસ વિદેશી ખેલાડી તરીકે રિટેન્શનની રેસ જીતી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પર સૌની નજર રહેશે. સ્ટાર ખેલાડીઓથી સજેલી આ ટીમ માટે 5 ખેલાડીઓની પસંદગી કરવી ખૂબ જ મુશ્કેલ બનવાની છે. મુંબઈ ઈન્ડિયન્સ પાસે હાર્દિક પંડયા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, તિલક વર્મા, રોહિત શર્મા અને ઈશાન કિશન જેવા ભારતીય ખેલાડીઓ છે. પરંતુ તેઓએ આમાંથી કોઈપણ 3 ખેલાડીઓ પર દાવ લગાવવો પડશે. આ સાથે જ વિદેશી ખેલાડીઓ તરીકે ટિમ ડેવિડ અને ગેરાલ્ડ કોએટ્ઝી ટીમની પહેલી પસંદ બની શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો વિરાટ કોહલી દર વખતની જેમ ટીમની પહેલી પસંદ બનવા જઈ રહ્યો છે. તેમના સિવાય મોહમ્મદ સિરાજ અને યશ દયાલ ટીમની સાથે રહી શકે છે. આ સાથે જ ટીમના મોટા નામોમાં ફાફ ડુ પ્લેસિસ અને વિલ જેક પણ સામેલ છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ

સનરાઇઝર્સ હૈદરાબાદ તેમની સાથે કેપ્ટન પેટ કમિન્સને રિટેન કરી શકે છે. તેની કેપ્ટન્સીમાં ટીમે ગત સિઝનમાં ખૂબ જ સારૂ પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ ઓપનર ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા પણ ટીમની રિટેન્શન લિસ્ટમાં સામેલ થઈ શકે છે. સાથે જ નીતિશ રેડ્ડી પણ આ રેસમાં સામેલ છે અને ટીમમાં હેનરિક ક્લાસેન જેવો વિસ્ફોટક બેટ્સમેન પણ છે. આવી સ્થિતિમાં તેમના માટે વિદેશી ખેલાડીઓની પસંદગી કરવી સૌથી મુશ્કેલ બની રહેવાની છે.

પંજાબ કિંગ્સ

પંજાબ કિંગ્સની વાત કરીએ તો અર્શદીપ સિંહ ટીમની સાથે રહી શકે છે. તેમના સિવાય ટીમ આશુતોષ શર્મા અને શશાંક સિંહ જેવા ખેલાડીઓ પર પણ દાવ લગાવી શકે છે. આ સાથે જ સેમ કરન અને કાગિસો રબાડા વિદેશી ખેલાડી તરીકે રિટેન્શન લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવી શકે છે.

રાજસ્થાન રોયલ્સ

રાજસ્થાન રોયલ્સ સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગને રિટેન કરી શકે છે. સાથે જ જોસ બટલર અને ટ્રેન્ટ બોલ્ટ પણ ટીમ સાથે રહી શકે છે.

સીડીએસસીઓની અંદર ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઈ) દવાઓ અને તબીબી ઉપકરણોનું નિયમન કરે છે અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવે છે. ડીસીજીઆઈને ડ્રગ ટેક્નિકલ એડવાઇઝરી બોર્ડ (ડીટીએબી) અને ડ્રગ કન્સલ્ટેટિવ કમિટી (ડીસીસી) દ્વારા સલાહ આપવામાં આવે છે. આ ઓથોરિટી સાથે કામ કરતા ઉત્પાદકોએ ભારતમાં સીડીએસસીઓ સાથેના તમામ વ્યવહારોમાં તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે ઓથોરાઇઝ્ડ ઇન્ડિયન રિપ્રેઝન્ટેટિવ (એઆઇઆર)ની નિયુક્તિ કરવાની રહેશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર