સોમવાર, એપ્રિલ 29, 2024

ઈ-પેપર

સોમવાર, એપ્રિલ 29, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસકોલસા આધારિત વીજ પ્લાન્ટોને ઓકટોબર સુધી કાર્યરત રાખવા સૂચના

કોલસા આધારિત વીજ પ્લાન્ટોને ઓકટોબર સુધી કાર્યરત રાખવા સૂચના

મુંબઈ : વર્તમાન નાણાં વર્ષમાં દેશમાં કેપ્ટિવ તથા કમર્સિએલ કોલ બ્લોકસમાંથી ૧૭ કરોડ ટન કોલસા ઉત્પાદનનો સરકારે ટાર્ગેટ નિશ્ચિત કર્યો છે. બીજી બાજુ સરકારે આયાતી કોલસા આધારિત વીજ પ્લાન્ટોને ઓકટોબર સુધી કાર્યરત રહેવા સૂચના આપી છે.

નાણાં વર્ષ ૨૦૨૪માં કેપ્ટિવ તથા કમર્સિઅલ બ્લોકસમાંથી ૧૪.૭૨ કરોડ ટન કોલસો કાઢવામાં આવ્યો હતો જે નાણાં વર્ષ ૨૦૨૩ની સરખામણીએ ૨૬ ટકા વધુ હતો.
જે લોકોને કોલ બ્લોકસ ફાળવાયા છે તેમને ૧૭ કરોડ ટન કોલસાના ઉત્પાદનની ખાતરી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. દરમિયાન અન્ય એક અહેવાલ પ્રમાણે સરકારે આયાતી કોલસા આધારિત વીજ પ્લાન્ટોને ૧૫ઓકટોબર સુધી સંપૂર્ણ ક્ષમતાએ કાર્યરત રહેવા સૂચના આપી છે. અગાઉ આ સૂચના ૩૦ જૂન સુધીની હતી.

વર્તમાન વર્ષના ઊનાળામાં વીજની માગ ઊંચી રહેવાની શકયતાને ધ્યાનમાં રાખી સરકારની આ સૂચના આવી પડી હોવાનું માનવામાં આવે છે. ગયા નાણાં વર્ષમાં દેશમાં વીજ માગમાં આઠ ટકા વધારો જોવા મળ્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર