મંગળવાર, મે 21, 2024

ઈ-પેપર

મંગળવાર, મે 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજેતપુરના બોરડી સમઢિયાળા ગામમાં પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવારને ઘરમાં ઘુસી માર મારી...

જેતપુરના બોરડી સમઢિયાળા ગામમાં પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવારને ઘરમાં ઘુસી માર મારી ધમકી અપાઈ

યુવતીએ પોતાની મરજીથી અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હોય બઘડાટી બોલતા તાલુકા પોલીસ સ્ટેશનમાં પાંચ શખસો સામે ફરિયાદ નોંધાઈ

(આઝાદ સંદેશ), રાજકોટ : જેતપુર તાલુકાના બોરડી સમઢીયાણા ગામે યુવતીએ પોતાની મરજીથી અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના પરીવારજનોએ યુવકના ઘરમાં ઘુસી તોડફોડ કરી તેના પરીવારજનોને ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તાલુકા પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો સામે ફરીયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ, જેતપુર તાલુકાના બોરડી સમઢીયાણા ગામે રહેતા કેવીન કિશોરભાઈ સખરેલીયા નામના યુવાને ગામમાં જ રહેતી નયના બુધાભાઈ રાઠોડ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કરવા બંને ગત 26 એપ્રિલે બંને ઘરેથી નાસી ગયાં હતા. આ બાબતનો ખાર રાખી શનિવારના યુવતીના ભાઈઓ ઉદય અને સતીષ બંને કેવીનના ઘરની વંડી ઠેકી ઘરમાં પ્રવેશતા કેવીનના પિતા કિશોરભાઈ અને માતા નયનાબેન બંને જ ઘરે હતાં તેઓને આવીને અમારી બેન ક્યાં છે તેમ કહી ઘરમા તોડફોડ કરવા લાગ્યાં. તેને રોકવાની કોશિષ કરતા વૃદ્ધ દંપતિને બંને ભાઈઓ ઢીકાપાટુનો માર મારતા બંને રાડારાડ કરવા લાગ્યા હતાં. જેથી બંને ભાઈઓ દરવાજો ખોલી ભગવા લાગેલ. દરવાજો ખુલતા હિતેશ રબારી, જીગ્નેશ રબારી અને જયલો ઉર્ફે જયેશ રબારી ફળીયામાં આવી તેઓએ પણ ઢીકાપાટુનો માર માર્યો અને કાલ સુધીમાં અમારી બહેન પરત નહિ આવે તો તને જાનથી મારી નાંખશું તેવી જતાંજતાં ધમકી આપતાં ગયાં. બહાર નીકળતા રસ્તામાં કેવીનના મિત્ર વિવેક કાકડીયા મળી જતા તેને પણ કડું માથામાં મારતા માથામાંથી લોહીની ધારાઓ વહેવા લાગી હતી. બાદમાં ઇજાગ્રસ્તો સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા ત્યાં કિશોરભાઈએ પાંચેય શખ્સો સામે તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર