સોમવાર, મે 20, 2024

ઈ-પેપર

સોમવાર, મે 20, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજામનગર શહેરમાં રહેતી મહિલાની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

જામનગર શહેરમાં રહેતી મહિલાની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

કાલાવડ તાલુકાના ભગત ખીજડિયા ગામમાં બીમારીથી કંટાળીને વૃધ્ધનો આપઘાત

(આઝાદ સંદેશ), જામનગર : જામનગર શહેર નજીક જેસીઆર મોલ પાછળ આવેલી સેન્ટોજા ગ્રીન સોસાયટીમાં રહેતી મહિલાને જ્ઞાતિના સામાજિક પ્રસંગમાં જવા માટે પતિએ પહેલાં ઘરનું કામ પતાવી લે પછી જશું તેમ કહેતાં પત્નીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જ્યારે કે, કાલાવડ તાલુકાના ભગત ખીજડિયામાં રહેતાં વૃધ્ધને કમરના મણકાનો અને ગોઠણનો દુખાવ થતો હોવાથી આ દુ:ખાવાની સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો ન થતા જિંદગીથી કંટાળીને ટીકડા ખાઈ લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેર નજીક જેસીઆર મોલ પાછળ આવેલી સેન્ટોજા ગ્રીન સોસાયટીમાં રહેતી માનશીબેન સુનિલભાઈ કાછેટીયા (ઉ.વ.25) નામની મહિલાને જ્ઞાતિના સામાજિક પ્રસંગમાં જવું હતું. પરંતુ, ઘરનું કામ બાકી હોવાથી પતિ સુનિલભાઈએ ઘરકામ પતાવીએ પ્રસંગમાં જશું તેમ કહેતાં આ અંગે મનમાં લાગી આવતા માનશીબેને ગત તા. 27 ના રોજ સવારના સમયે તેણીના ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પતિ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એલ.બી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજા બનાવમાં કાલાવડ તાલુકાના ભગત ખીજડિયા ગામમાં રહેતાં અલીભાઈ ઈસ્માઇલભાઈ સવણ (ઉ.વ.68) નામના વૃધ્ધને કમરના મણકાનો તથા ગોઠણનો દુ:ખાવો થતો હતો અને આ દુ:ખાવાની સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો થતો ન હોવાથી જિંદગીથી કંટાળીને ગત તા.9 ના રોજ રાત્રિના સમયે તેણના ઘરે ઘઉંમાં નાખવાના ટીકડા પી જતાં વૃધ્ધને સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે અમિનભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.
ત્રીજા બનાવમાં જામનગર શહેરના પ્રણામી સ્કૂલ પાસે હિરજી મિસ્ત્રી રોડ રહેતાં જીતેન્દ્રભાઈ અરવિંદભાઈ દામા (ઉ.વ.35) નામના યુવાને ગત તા.22 ના રોજ શહેરમાં આવેલા લાખોટા તળાવના ગેઈટ નંબર 1 પાસે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા બેશુધ્ધ હાલતમાં યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે મૃતકના પિતા અરવિંદભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.કે. બ્લોચ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર